ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહી અને તારાજીના દ્રશ્યો
સુરત શહેરની તાપી નદી નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તાપી નદી બંને કાંઠે વહે રહી છે. જેમાં તાપી નદીનો આકાશી નજારો અદભુત જોવા મળ્યો છે. તાપી નદીમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું છે. તાપી નદીના ડ્રોન દ્રષ્ય જુઓ
ZEE 24 કલાક પર જુઓ મહીસાગર નદીના આકાશી દ્રશ્યો. મહીસાગર નદીમાં વહી રહ્યું છે ધસમસતું પાણી.. નદીના પાણીમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા. અનેક ખેતરોમાં પણ નદીનું પાણી ફરી વળ્યું છે. પાદરા તાલુકાના 11 ગામ પ્રભાવિત થયા...
ભરૂચ જિલ્લાના પાંચ તાલુકામાં 6200થી વધુ નાગરીકોનું સુરક્ષિત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું .રવિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં વહીવટીતંત્રએ સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે ભરૂચ શહેરના દાંડીયા બજાર, ફુરજા વિસ્તાર,સક્કરપોર, છાપરા, ઉત્તરાજ, શુક્લતીર્થ,મક્કતમપુર, મંગલેશ્વર જેવા વિસ્તારો, અંકલેશ્વર તાલુકાના સરફુર્દીન, સક્કરપોર,બોરભાટા, ઝગડીયા તાલુકાના જુની તરસાલી, સુલ્તાનપુરા, ઉચેડીયા,જુના ટોઠીદરા,જુની જરસાડ, લીમોદરા, હાંસોટ, તાલુકો અને વાગરા તાલુકા મળી કુલ 6254 સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
અરવલ્લીના બાયડમાં ભારે વરસાદથી આભ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી. બે તળાવ અને એક નદીના પાણીમાં બાયડ ડૂબ્યું છે. આકાશી દ્રશ્યોમાં ભયાવહ નજારો જોવા મળ્યો. બાયડની 2 સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. તેથી NDRF, મોડાસા ફાયર ટીમ અને પોલીસ દ્વારા બચાવકાર્ય ચાલી રહ્યું છે.
અંકલેશ્વરમાં નર્મદા નદીમાં આવેલ ઘોડાપુરે તબાહી સર્જી. નિહાળો EXCLUSIVE ડ્રોન વિઝ્યુઅલ