વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છે
ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયા કાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. બંગાળની ખાડી ફરી તોફાની બનવાની છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ચક્રવાત બનશે. 12 નવેમ્બરના રોજ ચક્રવાતનો ભય છે. આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં આ ચક્રવાતની અસર જોવા મળશે. જો ચક્રવાતના અસરની વાત કરીએ તો અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. સાથે જ મણિપુરના કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે. કેરળ અને આંધ્રપ્રદેશના તટે કરા સાથે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.
ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જો કે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. એટલું જ નહીં હાલમાં કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.