બે જીગરજાન મિત્રો કેવી રીતે બની ગયા એકબીજાના વેરી, કોણ છે ગુજરાતી ગાયક વિજય સુંવાળા જેની સામે થઈ ફરિયાદ

Fri, 23 Aug 2024-11:09 am,

અમદાવાદના ઓઢવમાં લોકગાયક વિજય સુવાળાએ કરેલો હુમલો અત્યારે ગુજરાતભરમાં હોટ ટોપિક બન્યો છે. જેણે હુમલાની ફરિયાદ નોંધાવી તે દિનેશ દેસાઇ ભાજપના નેતા છે અને વિજય સુવાળા પોતે પણ ભાજપના નેતા છે. બન્ને નેતાઓના પિતા એકબીજાના મિત્રો છે. અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય એમ લાગી રહ્યું છે. હત્યાના બનાવો બાદ જાણીતા લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તાર બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે.

જમીન દલાલ દિનેશ દેસાઈએ વિજય સુવાળા, તેના ભાઈ યુવરાજ સુવાળા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. દિનેશ દેસાઈની ઓફિસે કેટલાક લોકો પહોંચ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. ઘટના બાદ બંને પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. 

દિનેશ દેસાઈનો આરોપ છે કે, વિજય સુવાળાએ તેને ધમકી આપી તો, સામે સિંગરનો દાવો છે કે, દિનેશ દેસાઇ સમાજની દીકરીઓને પરેશાન કરતા હોવાનો આરોપ લાગી ચુક્યો છે. કોણ સાચું અને કોણ ખોટું એ તો સમય આવ્યે ખબર પડશે પરંતુ હાલ તો ભાજપના નેતા વિજય સુવાળાની મુશ્કેલીએ વધતી દેખાઈ રહી છે.

વિજય સુવાળાએ દિનેશને ફોન કરી ગાળો ભાંડી વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું હતું, જેના કારણે સંબંધ તેમણે તોડી નાખ્યો હતો. એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુંવાળા જીગરજાન મિત્રો હતા. પરંતું વર્ષ 2020 માં એવુ કંઈક થયું હતું કે બંને વચ્ચે મનદુખ થયા હતા. બંને આ મિત્રતા ક્યારે દુશ્મનાવટમાં પરિણમી તે ખબર જ ન પડી. 

દિનેશ અને વિજય સાત વર્ષ પહેલાં મિત્રો હતા સાત વર્ષ પહેલાં દિનેશનો સંપર્ક જાણીતા લોકગાયક વિજય ઉર્ફે વિજય સુવાળા રબારી સાથે થયો હતો. વિજય સુવાળા સાથે તેનો ભાઈ યુવરાજ અને રાજુ રબારી પણ દિનેશને મળ્યો હતો. સૈજપુર ટાવર ખાતે સામાજિક પ્રસંગ હોવાથી દિનેશ અને વિજય સુવાળા મળ્યા હતા. વિજય સ્ટેજ શો કરતો હોવાથી અવારનવાર તેમની સાથે ફરતા વિક્કી, સુરેશ, મહેશ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હિરેશ દિલવાલા, જિગર ભરવાડની દિનેશ સાથે મિત્રતા થઇ હતી. 

 દિનેશ વિજય સહિત તમામ લોકો સાથે અવારનવાર મુલાકાત લેતો હતો તેમજ મહેસાણાના કટોસણ ગામના નવધણસિંહ સહિતના લોકો સાથે પણ વિજયે દિનેશની મિત્રતા કરાવી હતી. બસ, આ મિત્રતા આગળ જઈને આવી રીતે દુશ્મનાવટમાં પરિણમશે તેવી કોઈને નહોતી ખબર. 

વિજય સુંવાડા અને તેમના ભાઈ સહિત 30થી વધુ લોકો 15-20 ગાડી લઈ હુમલો કરવા આવ્યા હતા. જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે. આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના ઓઢવ વિસ્તારમાં વિજય સુવાડા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકોએ ફરિયાદી પર હુમલો કરવાની ઘટના બની છે. જેમાં દિનેશ નામના વ્યક્તિને મારવાનું કહીને વિજય સુવાળાએ રીતસર ગુંડાગર્દી કરી હતી. દિનેશ ક્યાં છે? આજે તેને મારી નાખવાનો છે, તેવું કહીને મોડીરાતે ઓઢવમાં વિજય સુવાળા સહિતના લોકોએહથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. હથિયાર સાથે 30થી વધુ લોકોનું ટોળું એકઠું થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link