Health Tips: એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને રાત્રે રોટલી ખાવી કેટલી યોગ્ય? જાણો

Sat, 22 Apr 2023-1:59 pm,

ઘણા લોકોનું માનવું છે કે રોટલી ભાતની તુલનામાં વધુ ફાયદાકારક છે, તેના સેવનથી મોટાપો વધતો નથી. તેથી ઘણા લોકો લંચ કે ડિનરમાં ભરપૂર રોટલીઓ ખાતા હોય છે. જ્યારે નિષ્ણાંતો પ્રમાણે આ યોગ્ય નથી. પરંતુ જૂના જમાનાના વડીલો કહેતા હોય છે કે રોટલીને ગણીને ન ખાવી જોઈએ. 

જો કે, તે યુગ એવો હતો કે જ્યારે ખાતર, પાણીથી લઈને હવા એટલું પ્રદૂષિત નહોતું. ખોરાકમાં રસાયણોનો ઉપયોગ બિલકુલ શૂન્ય હતો. જૈવિક ખાતરો દ્વારા જૈવિક પાકોનું ઉત્પાદન થતું હતું, પરંતુ વધતી જતી વસ્તી અનુસાર વધુ ઉત્પાદન માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ આયુર્વેદ, નેચરોપથી અને એલોપથીમાં માનનારાઓ દ્વારા પણ યોગ્ય માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ રોટલીને ગણ્યા વગર ખાતા હોવ તો આ સમાચાર તમારા માટે છે.

નિષ્ણાંતો પ્રમાણે પુરૂષો અને મહિલાઓ માટે રોટલીની માત્રા અલગ-અલગ હોય છે. ખોરાક પૂરો કરવાના નામ પર ગણતરી કર્યાં વગર રોટલી ખાવી યોગ્ય નથી. તેવામાં જે મહિલાઓનું ડાઇટ પ્લાન દિવસમાં 1400 કેલેરીનું સેવન કરવાનું છે, તે 2 રોટલી સવારે અને બે રોટલી રાત્રે ખાઈ શકે છે. જો કોઈ પુરૂષના ડાઇટ પ્લાનમાં 1700 કેલેરી છે, તો તે પોતાના લંચ અને ડિનરમાં ત્રણ-ત્રણ રોટલી લઈ શકે છે.

જો તમે રાત્રે રોટલી ખાવ છો તો તેને પચાવવામાં ઘણો સમય લાગે છે. તે બોડીમાં શુગર લેવલ વધારે છે. તેવામાં ડિનરમાં રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. તો રાત્રે તમારે આઠ વાગ્યા પહેલાં જરૂર ભોજન કરી લેવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ છે. 

 

 

શરીરમાંથી ફેટ ઘટાડવા માટે કાર્બોહાઇડ્રેટથી દૂર રહેવું પડે છે. તેવામાં જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો તો ચોખા, બટાટા અને સુગરને અવોઇડ કરવી જોઈએ. 

 

 

જો તમે રાત્રે રોટલી ખાઈ રહ્યાં છો તો 2થી વધુ રોટલી ખાવી જોઈએ નહીં. એટલું જ નહીં ભોજન કર્યાં બાદ થોડુ ચાલવું જોઈએ, જેથી રોટલીને પચાવવામાં સરળતા રહે. કારણ કે રોટલીમાં પણ સિમ્પલ કાર્બ છે તો તે તમારા મેટાબોલિઝ્મને ખરાબ કરી શકે છે. તેથી નિષ્ણાંતો રાત્રે રોટલીની જગ્યાએ ફાઈબરથી ભરપૂર ભોજન કરવાની સલાહ આપે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે જલદી પચી જાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link