તે અભિનેતા જેણે 4 લગ્ન કર્યાં, યુવાન પુત્રએ કર્યો આપઘાત અને ખુદ થઈ ગયો હતો કંગાળ

Tue, 23 Apr 2024-7:37 pm,
કોણ છે આ અભિનેતા? કોણ છે આ અભિનેતા?

આમ તો તમે ઘણા બોલીવુડ સેલેબ્સના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ શું તમે તે એક્ટરની કહાની સાંભળી જેણે એક-બે નહીં પરંતુ ચાર-ચાર લગ્ન કર્ય. ત્યારબાદ અભિનેતાને મોટો ઝટકો લાગ્યો જ્યારે તેના યુવાન પુત્રએ આપઘાત કરી લીધો હતો. એટલું જ નહીં તે નાદાર પણ બની ગયો હતો. શું તમે આ એક્ટરને ઓળખો છો? આ બીજુ કોઈ નહીં પરંતુ પૂજા બેદીના પિતા અને અલાયા ફર્નીચરવાલાના નાના કબીર બેદી છે. જેનું જીવન ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું હતું. 

કબીર બેદીનો પુત્રકબીર બેદીનો પુત્ર

કબીર બેદીએ 26 વર્ષના યુવાન દીકરાને ગુમાવ્યો હતો. આજે ભલે તે દુનિયામાં જાણીતા હોય પરંતુ એક સમય હતો જ્યારે તેમણે દિવસ રાત એક કરી નામ કમાયું હતું. પરિવારની ઉથલ-પાછલ વચ્ચે પણ ખુદને સંભાળી રાખ્યા હતા.

કબીર બેદીએ હોલીવુડમાં પણ કર્યું કામકબીર બેદીએ હોલીવુડમાં પણ કર્યું કામ

16 જાન્યુઆરી 1946ના લાહોરમાં જન્મેલા કબીર બેદીના પિતા બાબા પ્યારે લાલ સિંહ બેદી હતી. તે પંજાબી શીખ રાઇટર હતા, તો માતા ફ્રેડા બેદીનું પણ ખુબ નામ હતું. કબીર બેદીના કરિયરની વાત કરીએ તો તેમણે થિએટરથી શરૂઆત કરી હતી. તે એવા અભિનેતામાં હતા જેણે માત્ર હિન્દી જ નહીં પરંતુ હોલીવુડમાં પણ કામ કર્યું હતું.  

કબીર બેદીએ ચાર લગ્ન કર્યાં. પહેલી પત્ની પ્રોતિમા બેદી હતી, જે ઉડિયા ડાન્સર હતી. આ લગ્નથી તેને બે બાળકો થયા પૂજા બેદી અને સિદ્ધાર્થ. 26 વર્ષની ઉંમરમાં કબીર બેદીના પુત્ર સિદ્ધાર્થે આત્મહત્યા કરી હતી.  

પછી બીજા લગ્ન નિક્કી બેદી સાથે કર્યાં. નિક્કી બ્રિટિશ ટીવી અને રેડિયો પ્રેઝન્ટર હતી. બંનેના લગ્ન 13 વર્ષ ચાલ્યા. કબીર બેદીએ ચોથા લગ્ન 70 વર્ષની ઉંમરે કર્યાં હતા. ચોથી પત્ની પરવીન દોસાંઝ છે.

કબીર બેદીએ પોતાની ઓટોબાયોગ્રાફી- 'આઈ મસ્ટ ટેલ ધ ઇમોશનલ જર્ની ઓપ એન એક્ટર' માં ખુલાસો કર્યો હતો કે પુત્રના મોત બાદ તેણે ખુબ ખરાબ સમય જોયો. હોલીવુડ જવા દરમિયાન તેણે દેવાળું ફૂંક્યું હતું. એક સેલિબ્રિટી માટે આ બરબાદ થવા સમાન હતું. પરંતુ માતા-પિતાના ઉછેરને કારણે તે ફરી ઉભો થઈ ગયો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link