વિદેશમાં ભણવા જવું હોય તો કેટલા રૂપિયાની પડે છે જરૂર, જાણો કયા દેશની કેટલી છે સ્ટુડન્ટ વિઝા ફી?

Wed, 03 Jul 2024-6:02 pm,

જી, હા ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વધુ વિઝા ફી ભરવી પડશે કેમ કે પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારા બાદ આ પગલું ભર્યુ છે. ઓસ્ટ્રેલિયાની સરકારના આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે કેમ કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા બીજા નંબર પર છે.  

સરકારી આંકડા પ્રમાણે 2022માં ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓમાં 1 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023ના ગાળામાં આ સંખ્યા 1.22 લાખ હતી. હવે તેમને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

ઓસ્ટ્રેલિયાની સરકારે કેટલી ફી વધારી તેના પર નજર કરીએ તો વિદેશી વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે 39,527 રૂપિયા હતી પરંતુ 1 જુલાઈથી વિઝા ફી વધીને 1600 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 89,059 રૂપિયા થઈ ગઈ છે. 

નવા નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા અમેરિકા અને કેનેડા કરતાં મોંઘા થઈ ગયા છે ત્યારે અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે કેટલી ફી ભરવી પડે છે તે પણ જોઈ લો.

જોકે ઓસ્ટ્રેલિયાની સરકારે બીજા કેટલાંક નિયમો પણ બદલ્યા છે. જેમાં વિઝિટર વિઝા ધારકો અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધારક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં. 

મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી દુનિયાના અન્ય દેશોમાં પણ સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેનાથી જે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવાની ઈચ્છા રાખે છે તેમને સ્ટુડન્ટ વિઝા ફીનું વધારાનું ભારણ સહન કરવું જ પડશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link