Pressure Cooker: રાંધતી વખતે વાગતી નથી પ્રેશર કુકરની સીટી, ભોજન બળી જતું હોય અપનાવો આ ટ્રીક
દરેક ઘરમાં લગભગ દરરોજ પ્રેશર કૂકરમાં ભોજન બનાવવામાં આવે છે. આનાથી ખોરાક ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને તેમાં સમય પણ ઓછો લાગે છે. જો તમારું કૂકર રસોઈ કરતી વખતે સીટી વગાડવાનું બંધ કરી દે અથવા સીટી વાગતી નથી, તો તમારા પ્રેશર કૂકરમાં ગંદકી જમા થવાને કારણે આવું થાય છે. રોજીંદી રસોઈને કારણે તેમાં ગંદકી જામે છે. તમારે તેને દરરોજ સારી રીતે સાફ કરીને ધોવી જોઈએ.
પ્રેશર કુકર સારી રીતે સીટી વગાડતું નથી તેનું એક કારણ કુકરમાં જરૂર કરતાં વધુ ભરેલું હોઇ શકે છે જેના કારણે તેમાં ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે છે. તમારે એટલું જ બનાવવું જોઇએ જેટલું તમારે જરૂર હોય નહીંતર સીટી વાગશે નહી અને ભોજન કાચું રહેશે. એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ.
જો તમારું પ્રેશર કૂકર સીટી વગાડવા માટે સક્ષમ નથી અને તમે જાણતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે, તો તમારે ચેક કરવું જોઈએ કે કૂકરમાં પાણીની માત્રા વધારે તો નથી, વધુ માત્રામાં પાણી ભરેલું હોય તો પણ સીટી વાગતી નથી. ખોરાકને રાંધવા માટે હંમેશા જરૂરી હોય તેટલું પાણી ઉમેરો, અન્યથા ખોરાક સારી રીતે રાંધશે નહીં અને સીટી વગાડશે નહીં.
કુકરના ઢાંકણમાં લાગેલું રબર પણ ઢીલું પડી ગયું હોય સીટી વાગતી નથી. તમારે તેને સારી રીતે ચેક કરવું જોઇએ કે રબર યોગ્ય રીતે લાગેલું છે કે નહી. અંદરની વરાળને બહાર નિકાળતા અટકાવે છે. તેના લીધે કુકરમાં પ્રેશર બનતું નથી. આ ટિપ્સ તમારે ખૂબ ઉપયોગી નિવડશે.
લોકો કેટલીવાર સીટી વાગે છે તેના પર ધ્યાન આપે છે પરંતુ જ્યારે સીટી વાગતી નથી ત્યારે ભોજન બળી જાય છે એટલા માટે તમારે એવું ન કરવું જોઇએ. તમારે સારી રીતે ચેક કરવું જોઇએ કે આમ કેમ થાય છે.