બ્રશ કર્યા બાદ પણ મોંઢામાંથી આવે છે વાસ, ડોન્ટ વરી અપનાવો આ 5 ઉપાય
દરરોજ બ્રશ કર્યા પછી પણ ઘણા લોકોને શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે, તેનાથી છુટકારો મેળવવા માટે તમારે દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. તમે પાણી પીવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મેળવી શકો છો.
જ્યારે પણ તમે સવારે ઉઠો છો ત્યારે સૌથી પહેલા તમારે તમારા દાંત સાફ કરવા અને પછી લવિંગ ચાવવાનું છે, તેનાથી શ્વાસની દુર્ગંધ પણ બંધ થઈ જશે.
નારિયેળ તેલ ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને થોડીવાર તમારા મોંમાં રાખો અને પછી તેને ધોઈ લો, તેનાથી દુર્ગંધ પણ દૂર થઈ જશે.
સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને પેઢા પર સારી રીતે માલિશ કરો, તેનાથી શ્વાસની દુર્ગંધ પણ બંધ થઈ જશે. તમારા દાંત પણ ચમકશે.
તમારે ફુદીનાના પાન ચાવવા જોઈએ. તેનાથી તમારું મોં એકદમ ઠંડુ રહેશે અને દુર્ગંધની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે.