Per Day Saving: 100-100 રૂપિયા કરીને પણ મોટું બેંક બેલેન્સ ઊભું કરી શકો છો, આ છે સૌથી સરળ, અને સુરક્ષિત તરકીબ
પોસ્ટ ઓફિસની નાની બચત યોજના RD માં દર મહિને એક નાનકડી ડિપોઝિટ ધીરે ધીરે મોટું ફંડ બની જશે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ હાલ પોસ્ટ ઓફિસમાં માત્ર 100 રૂપિયાથી રિકરિંગ ડિપોઝિટ (RD) માં રોકાણ શરૂ કરી શકાય છે. તેમાં એવી સુવિધા છે કે એકવાર 100 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવ્યા બાદ તમે 10-10 રૂપિયાના મલ્ટીપલમાં આગળ ડિપોઝિટ કરી શકો છો. તેમાં વધુમાં વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.
પોસ્ટ ઓફિસની આરડીમાં હાલ 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં વ્યાજની કમ્પાઉન્ડિંગ ત્રિમાસિક આધારે કરાય છે. જો તમે 100 રૂપિયા ડેઈલી બચત પ્રમાણે દર મહિને 3000 રૂપિયા ડિપોઝિટ કરો તો પાંચ વર્ષમાં (60) મહિનામાં મેચ્યોરિટી બાદ તમને લગભગ 2.10 લાખ રૂપિયા મળશે. તેમાં વ્યાજની રકમ 29 હજાર કરતા વધુ હશે.
પોસ્ટ ઓફિસની કોઈ પણ બ્રાન્ચમાં માત્ર 100 રૂપિયામાં આરડી એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં એક વ્યક્તિ ગમે તેટલા એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમાં સિંગલ ઉપરાંત 3 વ્યક્તિઓ સુધી જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. માઈનર માટે ગાર્જિયન એકાઉન્ટ ખોલાવી શકાય છે.
પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટ પર લોન પણ મળી શકે છે. નિયમ એવો છે કે 12 હપ્તા જમા કરાવ્યા બાદ એકાઉન્ટમાં જમા રકમના 50 ટકા સુધી લોન મળી શકે છે. લોનની ચૂકવણી એક સાથે કે પછી હપ્તામાં થઈ શકે છે. લોનના વ્યાજ દર આરડી પર મળનારા વ્યાજથી 2 ટકા વધુ હશે.
જો તમારે 5 વર્ષ અગાઉ જ પૈસાની જરૂર પડે તો તમારી પાસે એકાઉન્ટ પ્રીમેચ્યોર ક્લોઝ કરાવવાનું ઓપ્શન પણ છે. જો કે આ ઓપ્શન એકાઉન્ટ ખોલવાની તારીખથી 3 વર્ષ બાદ મળે છે.