2 મિનિટમાં ગેસની સમસ્યાથી મળશે છુટકારો, આ 5 બીજ અપાવશે આરામ
જો પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય તો તેણે વરિયાળીના બીજનું સેવન કરવું જોઈએ. તેમાં એન્ટીસ્પાસ્મોડિક અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લોટિંગ અને કબજીયાતથી રાહત અપાવે છે.
જીરામાં પણ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોની ભરમાર હોય છે. તે તમને સ્વાસ્થ્યપ્રદ રાખવામાં મદદ કરે છે. જીરાના સેવનથી પાચન તંત્ર સારૂ થાય છે અને પેટના દુખાવામાં રાહત મળે છે.
પેટમાં પાચનતંત્રને ઠીક કરવા માટે અજમો લાભદાયક માનવામાં આવે છે. તેના સેવનથી બ્લોટિંગ અને ગેસથી ઓછા સમયમાં રાહત મળે છે.
ગેસથી બચાવ માટે અળસીના બીજ પણ લાભદાયક છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિય હોય છે, જે પેટનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.
પેટના ગેસને બહાર કાઢવા માટે હળદર પણ ખુબ લાભદાયક માનવામાં આવે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પેટ માટે સારા માનવામાં આવે છે.
Disclaimer: આ સમાચાર માત્ર જાગરૂત કરવા માટે લખવામાં આવ્યા છે. તેને લખવામાં સામાન્ય જાણકારીની મદદ લેવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.