વ્યક્તિના મોત બાદ PAN, AADHAAR અને VOTER ID નું શું કરશો? જાણી લો બાકી થશે પરેશાની

Tue, 19 Sep 2023-8:01 pm,

જીવિત રહેતા તો બરાબર, પરંતુ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેની પાસે રહેલા ડોક્યૂમેન્ટ્સનો ખોટો ઉપયોગ થતો રોકવો મોટો સવાલ છે. અમે જણાવી દઈએ કે આપણા દેશમાં આ ડોક્યૂમેન્ટ્સને રદ્દ કરવાની કોઈ ગાઈડલાઈન નથી, પરંતુ કેટલીક રીત છે. જેનાથી તેનો ખોટો ઉપયોગ રોકી શકાય છે. 

કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડનો ખોટો ઉપયોગ ન થાય તે માટે UIDAI ને જાણ કરો, જેથી તેના આઈડી પ્રૂફનો ખોટો ઉપયોગ ન થઈ શકે. આધાર કેન્સલ ન થઈ શકે પરંતુ UIDAI એ લોક કરવાની સુવિધા આપી છે. 

કોઈ વ્યક્તિના મોત બાદ પાન કાર્ડને સરેન્ડર કરી શકાય છે. તે માટે મૃતકના પરિવારજનોએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો પડશે. ત્યારબાદ પાન કાર્ડને બ્લોક કરી દેવામાં આવશે અને કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં. 

કોઈના મૃત્યુ બાદ વોટર આઈડીનો ખોટો ઉપયોગ રોકવો જરૂરી છે. તે માટે તમારે ચૂંટણી પંચના કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે. ત્યારબાદ આ કાર્ડ રદ્દ થઈ જશે. તે માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડશે. 

આધારની જેમ કોઈ વ્યક્તિના પાસપોર્ટને રદ્દ કરવાને લઈને કોઈ યોજના નથી. જ્યારે પાસપોર્ટની સમય મર્યાદા સમાપ્ત થઈ જાય તો તે ડિફોલ્ટર તરીકે અમાન્ય થઈ જાય છે. તેથી પાસપોર્ટને સંભાળીને રાખવો જોઈએ, જેથી ખોટા વ્યક્તિના હાથમાં ન આવે.  

પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો વિના નાણાકીય વ્યવહારો સહિત અનેક મહત્વના કામો અટવાઈ જાય છે. આના દ્વારા સરકારી યોજનાઓનો લાભ પણ મળે છે. તેથી, તે મહત્વપૂર્ણ બની જાય છે કે તમે તેમને સાચવો, જેથી તેનો દુરુપયોગ ન થાય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link