દરેક પાસે હેલિકોપ્ટર...આ ગામડાની હકીકત જાણીને ફાટી જશે આંખો! ગજબની છે અમીરી!
China weird places: ચીનના આ ગામડાની ખુબસુરતી જોવાલાયક છે. વિશ્વાસ રાખો આ ગામોની સુંદરતા જોઈને લોકો તેમના વખાણ કર્યા વગર રહી શકતા નથી.
જિઆંગસૂ પ્રાંતના હુઆક્સી ગામ ચીનનું સૌથી અમીર ગામ કહેવાય છે. આ ગામમાં લગભગ 2,000 ઘર બિલ્કુલ એક આકાર અને એક જ રંગના બનેલા છે. સાથે એક જેવી ગેપ પર લાઈનોમાં બન્યા છે. આ બંગલાનુમા ઘર જોવામાં ખુબ જ સુંદર લાગે છે.
એક ગામની ખુબસુરતી અને અમીરીની ચર્ચા ચીન જ નહીં આખી દુનિયામાં છે. અહીંના લોકો એટલા અમીર છે કે દરેક પાસે હેલિકોપ્ટર છે, કંપનીમાં શેરહોલ્ડર છે અને વર્ષના આશરે 80 લાખ રૂપિયા કમાય છે.
ચીનના કુનુંગ શહેરનું લેક્સિયાગુ ગામ ઈન્દ્રધનુષની જેમ રંગબેરંગી છે. અહીં નવેમ્બર મહિનામાં પાક અને છોડ ઉગ્યા બાદ કોઈ ઈન્દ્રધનુષની જેમ દેખાય છે. આ વિસ્તાર પ્રાકૃતિક રૂપથી ઘણા રંગોથી ભરાઈ જાય છે.
ચીનના શેંગશાન આઈલેન્ડના હાઉતોવાનમાં વસેલું ગામ ગ્રીન વિલેજના નામથી જાણીતું છે. આ ગામના દરેક ઘર હરિયાળીથી ઢંકાયેલા છે. અહીં સુધી કે ઘરોની દીવાલો પણ હરિયાળીથી ઢંકાયેલી છે.
માનવામાં આવે છે કે પહેલાના સમયમાં અહીં માછીમારો રહેતા હતા. બાદમાં આ આખું ગામ ખાલી થઈ ગયું. ત્યારબાદ આ ગામના તમામ ઘર આશ્ચર્યજનક રૂપથી પુરી રીતે શેવાળથી ઢંકાઈ ગયા અને આખું ગામ લીલું દેખાવા લાગ્યું.