IND-PAK 'મહાજંગ'નો બન્યો સંયોગ... હારનો હિસાબ ખિતાબથી થશે, વીકએન્ડ બનશે રોમાંચક!

India vs Pakistan: 30 નવેમ્બરે અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ જોવા મળ્યો હતો. પરંતુ અહીં પાકિસ્તાનને બાજી મારી હતી. પરંતુ હવે હારનો હિસાબ કરવા માટે ટીમ ઈન્ડિયાએ પણ કમસ કસી લીધી છે. હવે ફરી એકવાર ફાઇનલમાં બન્ને ટીમો વચ્ચે મહાજંગનો મુકાબલો જોવા મળી રહ્યો છે.

IND-PAK 'મહાજંગ'નો બન્યો સંયોગ... હારનો હિસાબ ખિતાબથી થશે, વીકએન્ડ બનશે રોમાંચક!

Under-19 Asia Cup IND vs PAK: 30 નવેમ્બરે અંડકર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ જોવા મળ્યો હતો. પરંતુ અહીં પાકિસ્તાનને બાજી મારી હતી. પરંતુ હવે હારનો હિસાબ કરવા માટે ટીમ ઈન્ડિયાએ પણ કમસ કસી લીધી છે. હવે ફરી એકવાર ફાઇનલમાં બન્ને ટીમો વચ્ચે મહાજંગનો મુકાબલો જોવા મળી રહ્યો છે. ભારતે યૂએઈ અને જાપાને હરાવીને સેમીફાઈનલનો રસ્તો સાફ કરી લીધો છે, જ્યારે પાકિસ્તાને પણ જોરદાર અંદાજમાં સેમીફાઈનલમાં એન્ટી કરી છે.

પાકિસ્તાન ટોપ પર 
પાકિસ્તાને ગ્રુપ Aમાં ટોપના સ્થાને રહીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની અંડર-19 ટીમે પણ પ્રથમ મેચ હાર્યા બાદ પાછું વળીને જોયું નથી. ટીમે જાપાન અને યુએઈને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને બીજું સ્થાન મેળવ્યું હતું. હવે બન્ને ટીમો 6ઠ્ઠી ડિસેમ્બરે સેમીફાઈનલમાં પોતાની તાકાત બતાવશે.

Add Zee News as a Preferred Source

કોની સાથે રમશે ટીમ ઈન્ડિયા
પહેલા ગ્રુપમાંથી ભારત અને પાકિસ્તાન સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે, જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો ચમકી છે. ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે, પાકિસ્તાનનો મુકાબલો સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સાથે થશે, જેની સામે પાકિસ્તાની ટીમનો દબદબો છે.

ફાઈનલ ક્યારે યોજાશે?
સુપર-4માં ક્વોલિફાય થનારી બે ટીમો વચ્ચે 8 ડિસેમ્બરે ખિતાબની જંગ ખેલાશે. સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાન બન્નેની જીતની આશા રાખી શકાય છે. ફાઈનલ મેચ 8 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 10.30 કલાકે રમાશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે ફેન્સ રવિવારે રોમાંચના ડબલ ડોઝનો આનંદ માણી શકશે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news