ખુશખબર! ધંધો શરૂ કરવા રૂપિયા નથી? ચિંતા ના કરો, સરકાર આપશે 20 લાખ, આ રીતે કરો અરજી

Tue, 26 Nov 2024-12:04 pm,

PM Mudra Loan Yojana: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PM Mudra Loan Yojana )કેન્દ્ર સરકારની એક યોજના છે, જેમાં બિન-કોર્પોરેટ, બિન-કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહસો સાથે સંકળાયેલા લોકો પોતાના બિઝનેસ માટે કે વિસ્તરણ માટે 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. વ્યક્તિગત વ્યવસાય આપવામાં આવે છે. આ યોજના 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉપલબ્ધ લોનનો ઉપયોગ ફક્ત વ્યવસાય માટે જ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ માર્ચ 2023 સુધી 40.82 કરોડ લોન ખાતાઓમાં લગભગ 23.2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આમાંના લગભગ 68% ખાતા મહિલા સાહસિકોના છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે. આ શ્રેણીઓના નામ શિશુ, કિશોર અને તરુણ છે. હવે તરુણ કેટેગરીમાં લોનની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે પહેલા માત્ર 10 લાખ રૂપિયા હતી.

1- શિશુ કેટેગરી - 50,000 રૂપિયા સુધીની લોન, 2- કિશોર કેટેગરી - 50,000 થી રૂ. 5 લાખ સુધીની લોન, 3- તરુણ કેટેગરી - 5 લાખથી 20 લાખ રૂપિયા સુધીની લોન. લોન લેવા માટે આ 6 શરતો પૂરી કરવી પડશે. જો કોઈ બેરોજગાર યુવક પોતાનો વ્યવસાય સ્થાપવા માંગે છે, અથવા પહેલાંથી ચાલી રહેલા વ્યવસાયને વિસ્તારવા માંગે છે, તો લોન માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી પડશે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. લોન લેનાર પહેલાંથી જ કોઈપણ બેંકનો ડિફોલ્ટર ન હોવો જોઈએ. લોન લેનારનો ક્રેડિટ રેકોર્ડ સારો હોવો જોઈએ. જે કામ માટે લોન લેવામાં આવી રહી છે તેના માટે જરૂરી કૌશલ્ય અને અનુભવ હોવો જોઈએ. લોન લેનારને તેનો વિગતવાર બિઝનેસ પ્લાન અને પ્રોજેક્ટ રિપોર્ટ બેંકને સબમિટ કરવાનો રહેશે. આ સિવાય લોન માટે આવકવેરા રિટર્નની વિગતો, આધાર કાર્ડ, પાન કાર્ડ, કાયમી સરનામાનો પુરાવો અને બિઝનેસ ઓફિસનું સરનામું આપવું પણ જરૂરી છે. 

બધા જ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી લોન એક અઠવાડિયાથી 10 દિવસની અંદર મંજૂર કરવામાં આવે છે. જો કે, મુદ્રા લોન યોજનામાં કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવતી નથી.  

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ઉપલબ્ધ લોનની ચુકવણીનો સમયગાળો 5 વર્ષ સુધીનો છે. આમાં, બેંક અથવા લોન આપતી સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ગેરંટી અથવા સુરક્ષાની જરૂર નથી. પ્રધાનમંત્રી મુદ્રા લોન કોમર્શિયલ બેંકો, આરઆરબી, નાની ફાઇનાન્સ બેંકો અને એનબીએફસી દ્વારા ઓફર કરવામાં આવે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link