Anxiety: જો ચિંતા મુક્ત રહેવું છે તો ન કરો આ 6 કામ, જલદી મળશે છુટકારો
આજકાલ લોકો દિવસની શરૂઆત કોફી કે એનર્જી ડ્રિંક્સથી કરે છે. કેફિન એક ઉત્તેજકના રૂપમાં કામ કરે છે. તે હાર્ટની ગતિને વધારે છે. જેનાથી બેચેની અને ચિંતાની ભાવના પેદા કરે છે. તેથી કેફિનનું સેવન ઘટાડી દેવું જોઈએ.
આજકાલ સૌથી વધુ સોશિયલ મીડિયા અને સ્ક્રીનથી કનેક્ટ રહેવાથી પણ ચિંતાનું સ્તર વધી જાય છે. લોકો હંમેશા પોતાના ફોનને ચેક કરતા રહે છે. તેવામાં દેશ કે દુનિયામાં બનતી ઘટનાઓ તમને વિચલિત કરી શકે છે. તેથી તમે ફોનથી દૂર રહો.
નીંદરની કમી મનુષ્યને માનસિક સ્વાસ્થ્ય પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડે છે. કારણ કે ઊંઘની કમીથી ચિંતા વધી શકે છે. દરરોજ સારી રીતે આરામ કરવો જોઈએ, જેથી સ્વાસ્થ્ય ખરાબ ન થાય. શાંત માહોલમાં આરામ કરી ચિંતાથી બચી શકાય છે.
સ્થિર જીવનશૈલી જીવવાથી ચિંતાનું સ્તર વધી શકે છે. શારીરિક વ્યાયમથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે. શારીરિક ગતિવિધિઓને બનાવી રાખવાથી સ્ટ્રેસ હોર્મોનને રેગુલેટ કરવામાં મદદ મળે છે. તમને માનસિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.
વ્યક્તિની સ્વ-સંભાળની જરૂરિયાતોને અવગણવાથી ચિંતાના લક્ષણો વધી શકે છે. કામમાંથી સમય કાઢો અને તમારા મિત્રો અને પરિવારને સમય આપો. આ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે.
સામાજિક ચિંતા ભયના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યાં કોઈ બેવકૂફ કે શર્મિંદા મહેસૂસ કરી શકે છે. સામાજિક ચિંતા એક વ્યક્તિના સામાજિક જીવન અને કરિયરમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. તેનાથી બચવા માટે તમે ચિંતા કરવાનું છોડી દો.
નોટઃ આ જાણકારી સામાન્ય છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.