PICS: સલામ છે આ યુવતીને...અમેરિકાની નોકરી મૂકી પોતાના ગામમાં શરૂ કર્યો આ બિઝનેસ, કમાય છે લાખો રૂપિયા

Thu, 17 Jun 2021-3:55 pm,

અજમેરની રહિશ અંકિતા કુમાવત (Ankita Kumawat) એ વર્ષ 2009માં IIM કોલકાતાથી એમબીએ કર્યું અને ત્યારબાદ જર્મની ઉપરાંત અમેરિકામાં લગભગ પાંચ વર્ષ નોકરી કરી. ત્યારબાદ તેણે નોકરી છોડીને પિતાની ખેતી અને ડેરીનું કામ સંભાળ્યું. અંકિતાએ પોતાની કંપની શરૂ કરી અને 7 વર્ષ બાદ તેમની કંપનીનું  ટર્નઓવર 90 લાખ પહોંચી ગયું. (ફોટો-અંકિતા કુમાવત ફેસબુક)

દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ જ્યારે અંકિતા 3 વર્ષની હતી તો તેને જોન્ડિસ થઈ ગયો. ડોક્ટરે અંકિતાને પ્યોર ફૂડ અને પ્યોર મિલ્ક આપવાની વાત કરી. પરંતુ અંકિતાના પિતાને પ્યોર મિલ્ક મળ્યું નહીં. ત્યારબાદ તેમણે પોતે ગાય રાખી અને અંકિતા જલદી સાજી થઈ ગઈ. ત્યારબાદ તેમના દિમાગમાં દૂધની સાથે પ્યોર પ્રોડક્ટનો આઈડિયા આવ્યો. નોકરીના કારણે તેઓ કામ શરૂ કરી શકતા નહતા. કારણ કે તેમની પાસે આવકનો બીજો કોઈ રસ્તો નહતો. (ફોટો-અંકિતા કુમાવત ફેસબુક)

અંકિતાના પિતાએ નોકરીની સાથે સાથે થોડી ખેતી પણ શરૂ કરી અને ગાય રાખવાનું પણ શરૂ કર્યું. ત્યારબાદ ધીરે ધીરે ગાયોની સંખ્યા વધતી ગઈ. તેમણે આસપાસ દૂધ વેચવાનું શરૂ કર્યું. વર્ષ 2009માં જ્યારે અંકિતાને નોકરી મળી તો તેના પિતાએ પોતાની નોકરી છોડી દીધી અને બધો સમય તેઓ ઓર્ગેનિક પ્રોડક્ટમાં આપવા લાગ્યા. (ફોટો-અંકિતા કુમાવત ફેસબુક)

અંકિતા કહે છે કે પાંચ વર્ષ સુધી જર્મની અને અમેરિકામાં સારી સારી કંપનીઓમાં નોકરી કર્યા બાદ નક્કી કર્યું કે ગામ પાછા ફરીને પપ્પાની મદદ કરવી જોઈએ. વર્ષ 2014માં અંકિતા અજમેર પાછી ફરી અને પિતા સાથે ડેરી ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગનું કામ શરૂ કર્યું. (ફોટો-અંકિતા કુમાવત ફેસબુક)

અજમેર પાછા ફર્યા બાદ અંકિતાએ નવી ટેક્નોલોજી પર ભાર મૂક્યો અને સોલર સિસ્ટમ ઉપરાંત ડ્રિપ ઈરિગેશન ટેક્નોલોજી ડેવલપ કરી. આ સાથે જ તેણે અનેક સંસ્થાનોમાંથી ટ્રેનિંગ પણ લીધી અને માર્કેટિંગ પર ફોકસ કર્યું. (ફોટો-અંકિતા કુમાવત ફેસબુક)

અંકિતાએ ત્યારબાદ પ્રોસેસિંગ યૂનિટ લગાવ્યું અને ઘી, મીઠાઈઓ, મધ, નમકીન, ડ્રાયફ્રૂટ્સ, મસાલા, દાળ જેવા પ્રોડક્ટ તૈયાર કરવા માડ્યા. આજે તેમની પાસે બે ડઝનથી વધુ વેરાઈટીના પ્રોડક્ટ્સ છે અને તેમણે લગભગ 100 લોકોને રોજગારી આપી છે. (ફોટો-અંકિતા કુમાવત ફેસબુક)

અંકિતાએ જણાવ્યું કે પ્રોડક્ટને સીધી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે માર્કેટિંગ સ્કિલ્સનો ઉપયોગ કર્યો અને સોશિયલ મીડિયા ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ફોકસ કર્યું. તેમણે matratva.co.in નામની પોતાની વેબસાઈટ લોન્ચ કરી અને દેશભરમાં પોતાની પ્રોડક્ટ સપ્લાય કરવા માડી. ત્યારબાદ તેમણે ફ્લિપકાર્ટ અને અમેઝોન સહિત અનેક ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link