દશેરા બગડશે! હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજે આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ

Sat, 12 Oct 2024-8:53 am,

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. જે આગાહી છે, તે સાંજની જ આગાહી છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ ના કારણે 4 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ તાપમાન ઘટશે બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં ક્યાંક વરસાદ રહી શકે છે. ખાસ કરીને વરસાદ સાંજના સમયે રહેવાની શક્યતા છે. તેથી નવરાત્રિ પર અસર પડશે. અત્યાર સુધી સીઝનમાં 75 ટકા સૌરાષ્ટ્ર કચ્છ સાથે ગુજરાતમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ આવશે. આજે રાજ્યમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ પડે તેવી શક્યતા છે. વેલમાર્ક લૉ પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ પડશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ તેવું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.   

તો બીજી તરફ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. ડીપ ડિપ્રેશન બનવાના કારણે આગામી 14 થી 22 ઓક્ટોબર દરમ્યાન તોફાન થવાની શક્યતા છે. 

નવરાત્રિ બાદ હવે દશેરાના દિવસે પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. વેલમાર્ક લો પ્રેસરનું નિર્માણ થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જોકે આ વખતે નવરાત્રિમાં વરસાદ આવતા ખેલૈયાઓની સાથે ગરબાના આયોજકોને પણ ફટકો પડ્યો છે. હવે તો લોકો મેઘરાજાને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, ખમ્મા કરો મેઘરાજ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link