ગુજરાતમાંથી એકાએક ગાયબ થયો વરસાદ, જાણો શું કહે છે હવામાનની લેટેસ્ટ આગાહી
રાજ્યમાં વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.
ગુજરાતમાં 24 કલાક હળવા વરસાદની હવામાનની આગાહી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદમાં વરસાદ પડી શકે છે. તો દાહોદ, ડાંગ, વલસાડમાં પણ હળવો વરસાદ આવી શકે છે. નવસારી, દમણ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં વરસાદ રહેશે. અમદાવાદમાં છુટોછવાયો હળવો વરસાદ આવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 93 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે જણાવ્યું કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીંવત્ છે. જ્યારે ઉત્તર ભારતમાં વરસાદી ટ્રફને કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાશે.