ઓગસ્ટનો ચોથો રાઉન્ડ આવી ગયો, આજથી થી 5 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, પહેલી ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જેના કારણે વરસાદ થઇ શકે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે.
2 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
3 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
4 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
5 ઓગસ્ટ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજથી વરસાદનું જોર ઘટી જવાની સંભાવના હોવાથી છૂટોછવાયો વરસાદ પડશે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. દરિયામાં કરંટને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ નથી. આથી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે. આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા નથી. ગુજરાતમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.