Swapna Shastra: સપના વિશે રોચક વાતો? જાણો આ 8 સપનાનો અર્થ
જો તમે સપનામાં કોઇ મૃત વ્યક્તિની આત્મા બોલાવી રહી છે તો તેને અશુભ ગણવામાં આવે છે. આ પ્રકારના સપનાનો અર્થ છે કે તમારા સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવવાની છે.
સપનામાં જાન જોવી અશુભ ગણવામાં આવે છે. આ સપનું સંકેત કરે છે કે તમારા જીવનમાં ચિંતા અને પરેશાનીઓ આવવાની છે. તો બીજી તરફ લગ્નમાં તમે પોતે વરરાજા/ વધૂના રૂપમાં જુઓ છો તો આ અશુભ ગણવામાં આવે છે. તેને મૃત્યું સમાન કષ્ટદાયી ગણવામાં આવે છે.
સપનામાં ઝાડ કપાતું જોવું અશુભ ગણવામાં આવે છે. આ સપનું ધનનું નુકસાન થવાના સંકેત આપે છે. સાથે જ તેને ઘરના ઘરડાં વ્યક્તિનું મૃત્યું અથવા ખરાબ સ્વાસ્થ્યના સંકેત પણ ગણવામાં આવે છે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં પોતાને ઉંચાઇ પરથી પડતા જોવું અશુભ ગણવામાં આવે છે. આવું સપનું ખરાબ સ્વાસ્થ્ય અને ધન હાનિ તરફ ઇશારો કરે છે.
સપનામાં ઘૂવડને જોવું કોઇ ગંભીર બિમારી અથવા કોઇ શોક સમાચાર તરફ સંકેત કરે છે. જો તમે તાજેતરમાં સપનામાં ઘૂવડને જોયું છે તો સાવધાન થઇ જાવ.
સપનામાં પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કરતાં જોવું અશુભ ગણવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારનું સપનું તમારી ઓછી ઉંમર ઓછી થવા તરફ સંકેત આપે છે.
સ્વપ્ન શાસ્ત્રના અનુસાર સપનામાં ડોક્ટરને જોવા અશુભ ગણવામાં આવે છે. આ સપનું જલદી બિમાર થવા તરફ ઇશારો કરે છે. જો તમે સપનામાં ડોક્ટરને જુઓ છો તો તે સારું રહેશે કે તમારા સ્વાસ્થ્ય તરફ આપવાનું શરૂ કરવું જોઇએ.
જો તમે સપનામાં ગધેડું જુઓ છો તો આ અશુભ ઘટના તરફ સંકેત કરે છે. સ્વપ્ન શાસ્ત્રમાં ગઘેડાનું દેખાવવું મૃત્યુંનું સૂચક ગણવામાં આવે છે.