IND vs AUS: રાજકોટમાં ઓસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ ટીમનું જોરદાર સ્વાગત, બુધવારે રમાશે ત્રીજી વનડે

Mon, 25 Sep 2023-6:12 pm,

રાજકોટમાં હવે ત્રણ દિવસ ક્રિકેટ ફીવર જોવા મળવાનો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની અંતિમ વનડે રાજકોટમાં રમાશે. આ મેચ 27 સપ્ટેમ્બરે રમાશે. આજે બંને ટીમ રાજકોટ પહોંચી હતી. ભારતીય ટીમ સયાજી હોટલમાં રોકાશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં રોકાશે. 

રાજકોટમાં વનડે મેચને લઈને જોરદાર તૈયારી કરવામાં આવી છે. હોટલોએ પણ ખેલાડીઓને આવકારવા માટે તૈયારીઓ કરી છે. ખેલાડીઓને કોઈ કચાસ ન રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. ભારતીય ટીમ કોચ રાહુલ દ્રવિડ સાથે રાજકોટ પહોંચી છે. ખેલાડીઓ માટે વિવિધ ભોજન સહિત અનેક તૈયારીઓ કરવામાં આવી છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચને લઈને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર છવાયો છે. રાજકોટમાં મેચ છે પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી લોકો આ મેચ જોવા આવવાના છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆતી બે મેચ ટીમ ઈન્ડિયાએ જીતીને શ્રેણી કબજે કરી લીધી છે. હવે ત્રીજી અને અંતિમ મેચ માત્ર ઔપચારિક છે, પરંતુ ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા પોતાની તૈયારીને વધુ મજબૂત કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link