જે શૈલીમાં બન્યું છે ગુજરાતનું સોમનાથ મંદિર, એ જ પ્રકારની શૈલીમાં બન્યું છે અયોધ્યાનું રામ મંદિર

Fri, 29 Dec 2023-10:03 am,

મંદિરની છતથી ઉઠતું શિખર નાગર શૈલીની ખાસિયત છે. સામાન્ય રીતે આ મંદિરોના શિખર ચતુષ્કોણીય (ચાર કોણ વાળા) હોય છે. 8મીથી લઈને 13મી સદી વચ્ચે બનેલા મંદિરોમાં આ શૈલીનો ખુબ ઉપયોગ થયો છે. નાગર શૈલીમાં બનેલા મંદિરોને ઊંચાઈના વધતા ક્રમમાં 8 હિસ્સામાં વહેંચવામાં આવે છે. જે તેની ખાસિયત છે. જેમાં આધાર, જંધા અર્થાત દીવાર, કપોત, શિખર, ગલ, વર્તુળાકાર, આમલક, ગર્ભગૃહ, મસરક એટલેકે પાયા તથા દીવાલો વચ્ચનો ભાગ અને શૂળ સહિત કળશ સામેલ છે. 

ભગવાન કૃષ્ણને સમર્પિત જગન્નાથ મંદિર પણ નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. જગન્નાથનો અર્થ જગતના સ્વામી એમ  થાય છે. આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયના લોકોમાં ખુબ પ્રસિદ્ધ છે. અહીં થનારી વાર્ષિક રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જગન્નાથ મંદિરમાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની પૂજા થાય છે. 

ઓડિશાનું મુક્તેશ્વર મંદિર પણ નાગર શૈલીનું મુક્ય ઉદાહરણ છે. જેને ઈસ 970ની આજુબાજુ બનાવવામાં આવ્યું હતું. ભગવાન શિવને સમર્પિત આ મંદિર ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં છે. મંદિરની વાસ્તુકળા તમારા મન જીતી લેશે. નાગર શૈલી ઉપરાંત તેને બનાવવામાં કલિંગ વાસ્તુકળાનો પણ ઉપયોગ થયો છે. મંદિરના થાંભલાની નક્શાકારી પણ જોવા લાયક છે. 

ઓડિશાના લિંગરાજ મંદિરને પણ નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર ઓડિશાની રાજધાની ભૂવનેશ્વરમાં છે. ભગવાન ત્રિભુવનેશ્વર એટલે કે શિવને સમર્પિત આ મંદિર 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું જેને યયાતિ કેશરીએ બનાવડાવ્યું હતું. પ્રાચીન કથાઓ મુજબ દેવી પાર્વતીએ લિટ્ટી અને વસા નામના  બે રાક્ષસોનો અહીં વધ કર્યો હતો. દર વર્ષે એપ્રિલ મહિનામાં અહીં એક વિશેષ રથયાત્રા કાઢવામાં આવે છે. 

ગુજરાતનું સોમનાથ મંદિર પણ નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ભારતના 12 જ્યોતિર્લિંગોમાં સોમનાથ મંદિર પણ સામેલ છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. સોમનાથ મંદિર એક પ્રસિદ્ધ ધાર્મિક પર્યટન સ્થળ છે. અહીં કપિલા, હિરણ, અને સરસ્વતીનો સંગમ પણ છે. પૌરાણિક કથાઓમાં કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ખુદ ચંદ્રદેવે કર્યું હતું. 

મધ્ય પ્રદેશના ખજુરાહોમાં બનેલું કંદારિયા મહાદેવ મંદિર પણ નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ખજુરાહો મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લનું એક ગામ છે. કંદરિયા મહાદેવ મંદિરનું પરિસર લગભગ 8 કિમીમાં ફેલાયેલું છે. ઈતિહાસકારોનું માનીએ તો ખજુરાહો ચંદેર વંશની રાજધાની હતું. ચંદેલ શાસકો દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર મુખ્ય રીતે ભગવાન શિવને સમર્પિત છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link