Ind vs Aus: ભારતની `ઐતિહાસિક` જીતના આ છે અસલ `હીરો`
ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં પોતાના ધૈર્યપૂર્ણ બેટિંગથી ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી. તેણે સાત ઈનિંગમાં 74ની એવરેજથી 521 રન બનાવ્યા છે. આ સાથે તેણે ત્રણ સદી પણ ફટકારી છે. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે.
કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ સિરીઝમાં કેપ્ટન અને બેટ્સમેનની જવાબદારી સારી રીતે નિભાવી છે. કોહલીએ સિરીઝમાં કુલ 282 રન બનાવ્યા તો પોતાની આગેવાનીમાં ભારતે 30 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર ફોલોઓન આપ્યું હતું.
બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહે ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. તેણે આ સિરીઝમાં 2.18ની ઈકોનોમી રેટથી 21 વિકેટ ઝડપી છે. તેણે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં 33 રન આપીને છ વિકેટ ઝડપી હતી. મેલબોર્નમાં કુલ તેણે 9 વિકેટ ઝડપી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
21 વર્ષના આ વિકેટકીપરે પોતાની કીપિંગમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યો અને ભારતને જીત અપાવી હતી. ચાર ટેસ્ટ મેચોમાં 20 કેચ ઝડપીને તે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય વિકેટકીપર બન્યો છે. તો તેણે બેટથી પણ સાત ઈનિંગમાં 350 રન ફટકાર્યા છે.
આ સિરીઝમાં પર્દાપણ કરી રહેલા મયંક અગ્રવાલે પણ ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. તેણે ઓપનર તરીયે સંયમની સાથે બેટિંગ કરી જેથી પૂજારા અને બાકીના બેટ્સમેનોએ નવા બોલનો સામનો ન કરવો પડ્યો. તેણે 3 ઈનિંગમાં કુલ 195 રન ફટકાર્યા હતા.