Covid-19: આ જીવલેણ કોરોના મહામારીથી દેશને ક્યારે મળશે રાહત? વૈજ્ઞાનિકોએ આપ્યો આ જવાબ

Sat, 08 May 2021-12:45 pm,

દેશમાં કોરોનાથી છેલ્લા 3 દિવસમાં સંક્રમણના 4 લાકથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે લેટેસ્ટ માહિતી મુજબ તો એક જ દિવસમાં 4000થી વધુ મોત નોંધાયા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આંકડાને ઓછા કરીને જણાવાઈ રહ્યા છે. કારણ કે સ્મશાન ઘાટો પર અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગે છે. એટલે સુધી કે અનેક શહેરોમાં રસ્તાઓ પર ચિતાઓ બાળવી પડે છે. 

આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવ્યાપી લોકડાઉન લગાવવાથી બચી રહ્યા છે. જ્યારે મહામારીની ભયાનકતા જોતા અનેક રાજ્યોની સરકારોએ રાજ્યવ્યાપી લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોએ વિકેન્ડ અને નાઈટ કર્ફ્યૂનો સહારો લીધો છે. 

બ્લૂમબર્ગ ક્વિટમાં છપાયેલા રિપોર્ટ મુજબ હૈદરાબાદમાં IIT ના પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરે કહ્યું કે અમારા પૂર્વાનુમાન મુજબ આગામી થોડા દિવસોમાં ભારતમાં કોરોનાનો પીક જોવા મળી શકે છે. હાલના સમય મુજબ જૂનના અંત સુધીમાં દેશમાં રોજ 20 હજાર કેસ સામે આવી શકે છે. 

પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલા મોડલનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં પ્રો.અગ્રવાલની ટીમે ભવિષ્યવાણી કરી હતી કે એપ્રિલના મધ્ય સુધીમાં કોરોના લહેર પોતાની ચરમસીમાએ હશે. આ અનુમાન ખોટું સાબિત થયું અને મે મહિનામાં પણ સંક્રમણ અને મોતના આંકડા વધવાનો સિલસિલો ચાલુ છે. જો કે બાદમાં પ્રો.અગ્રવાલે 7 મેના રોજ પીક આવવાની વાત કરી. 

દેશમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ પાર થઈ ગઈ છે. કેસમાં વધારા માટે નવા વેરિએન્ટ અને સુરક્ષા ઉપાયોમાં ઢીલને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા કેટલાક અઠવાડિયા ભારત માટે મુશ્કેલ સાબિત થશે. જ્યારે બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞન સંસ્થાનની એક ટીમે એક ગાણિતિક મોડલનો ઉપયોગ કરીને જણાવ્યું કે જો હાલાત આવા રહ્યા તો 11 જૂન સુધીમાં દેશમાં 4,04,000 મોત થવાનું અનુમાન છે. જ્યારે દેશમાં હાલ 2 લાખથી વધુ મોત થઈ ચૂક્યા છે. 

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર હેનરીટા ફોરે મંગળવારે કહ્યું કે ભારતમાં કોવિડ-19ના કારણે પેદા થયેલી આ દુ:ખદ સ્થિતિ આપણા બધા માટે ખતરાની ઘંટી છે. જ્યાં સુધી દુનિયા ભારતની મદદ નહીં કરે ત્યાં સુધી માત્ર આ ક્ષેત્રનમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં વાયરસના કારણે થનારા મોત, વાયરસના મ્યૂટેશન, સપ્લાયમાં થતા વિલંબના સમાચાર સામે આવતા રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link