આ દીકરીઓ સંભાળી રહી છે કરોડોનો બિઝનેસ, પિતા છે બિઝનેસ એમ્પાયરના માલિક
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી રિલાયન્સ રીટેલ કારોબારને આગળ વધારી રહી છે. ઈશા 23 વર્ષની ઉંમરથી જ બિઝનેસમાં સક્રિય છે. ઈશાની આગેવાનીમાં જ એપ્રિલ 2016 માં Ajio લોન્ચ થયું હતું.
બિસલેરીના ચેરમેન રમેશ ચૌહાણની દીકરી જયંતિ ચૌહાણ પોતાના પિતાના કારોબાર ને આગળ વધારી રહી છે. જયંતિ ઘણા વર્ષોથીના કારોબાર સાથે જોડાયેલી છે. જયંતિ પણ 24 વર્ષની ઉંમરથી જ પોતાના પિતાની દેખરેખ માં બિઝનેસ સંભાળી રહી છે.
ઓટો કંપની ટીવીએસ મોટરના ચેરમેન ની દીકરી ડોક્ટર લક્ષ્મી પોતાના પિતાના બિઝનેસને આગળ વધારી રહી છે. તે ટીવીએસની સપ્સીડરી કંપની સુંદરમ ક્લેટનની મેનેજિંગ ડાયરેક્ટર છે. ગ્લોબલ માર્કેટમાં તેનો દબદબો છે.
ફાલ્ગુની નાયરની 31 વર્ષીય દીકરી અદ્વૈતા નાયર ફેશન રીટેલ બ્રાન્ડ નાયકાની કો ફાઉન્ડર અને સીઈઓ છે. તેણે પોતાનો અભ્યાસ પૂરો કરીને નાયકાનો કારોબાર સંભાળી લીધો છે. નાયકા પાસે આજે 400 બ્રાન્ડ છે અને 40 શહેરોમાં 20 વેરહાઉસ અને 80 સ્ટોર છે.