બે બાળકોની માતાના પ્રેમમાં પડ્યો આ ભારતીય ક્રિકેટર, લગ્નના 8 વર્ષ બાદ લીધા છૂટાછેડા
આયશા મુખર્જી એક એન્ગ્લો ઇન્ડિયન છે અને તેનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો. આયશા માત્ર 8 વર્ષની હતી જ્યારે તેનો પરિવાર ઓસ્ટ્રેલિયા સિફ્ટ થઈ ગયો હતો. આયશાને સ્પોર્ટ્સ પ્રત્યે ખુબ જ પ્રેમ હતો જેને તેને કિકબોક્સિંગમાં પોતાનું ઝૂનુન શોધવામાં મદદ કરી. આયશા એક પ્રશિક્ષિત કિકબોક્સર અને સ્પોર્ટ્સની દીવાની છે.
શિખર ધવન અને આયશા મુખર્જી ઇન્ટરનેટના કારણે એકબીજાને મળ્યા હતા. ફેસબુક પર શિખર અને આયશા વચ્ચે હરભજનસિંહ ખાસ મિત્ર હતા. જે બાદ તેમની ફેસબુક મિત્રતા એક પ્રેમ કહાનીમાં બદલાઈ ગઈ.
શિખર ધવન અને આયશા મુખર્જીએ 2012 માં શીખ વિધીથી લગ્ન કર્યા હતા. આ કપલે 2014 માં જોરાવરને જન્મ આપ્યો. જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્સમેને તેના પહેલા લગ્નથી આયશાની બે દીકરીઓને દત્તક લીધી હતી.
ધવન પહેલા આયશા મુખર્જીના લગ્ન એક ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ પેદા થઈ ગઈ, જે બાદ આયશાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા.
આયશા ધવનથી 10 વર્ષ મોટી છે. આયશા મુખર્જીએ 6 સપ્ટેમ્બર 2021 ના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી શિખર ધવન સાથે છૂટાછેડાની વાત ફેન્સ સાથે શરે કરી હતી.