Indian Railways: ટ્રેન ટ્રેક પરથી પસાર થતાં જ ગંદકી-કચરાને કરી નાંખશે ઓટો ક્લીન, જુઓ કમાલની ટ્રેનનો કમાલ

Thu, 08 Apr 2021-10:00 am,

ભોપાલમાં આવેલ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચના મિકેનિકલ એન્જિનિયરીંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. શરદ પ્રધાને એક મલ્ટી ડાઈમેન્શિયલ રેલવે ટ્રેક સફાઈ વાહન તૈયાર કર્યું છે. આ વાહનનો વિકાસ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના એડવાન્સ મેન્યુફ્રેક્ચરિંગ ટેકનોલોજી પ્રોગ્રામની મદદથી કરવામાં આવ્યો છે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવેલ આ વાહન ઓટોમેટિકલી રેલવે ટ્રેકને એકદમ ચોખ્ખું કરી નાંખશે. તેના માટે રાષ્ટ્રીય પેટન્ટ પણ આપી દેવામાં આવી છે.

દેશમાં 1993માં હાથથી માનવ મળ ઉઠાવવું અને તેની સફાઈ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવી ચૂક્યો છે તેમ છતાં પણ હજુ સ્થિતિમાં સુધારો થયો નથી. હજુ પણ મહિલાઓ અને પુરુષોને રેલવેના પાટાઓ પરથી સાવરણા અને ધાતુના પટ્ટીઓની મદદથી મળ હટાવતાં જોઈ શકાય છે. રેલવે પાટાઓ પરથી કચરો હટાવ્યા પછી ભારે પ્રેશરવાળા જેટથી પાણી નાંખીને પાટાઓ પરથી મળ, ગંદકી, તૈલીય અને વિજાતીય પદાર્થોને સાફ કરવામાં આવે છે. જોકે આવનારા દિવસોમાં આવું નહીં થાય.

આ ઓટોમેટિક વાહન રસ્તો અને રેલવે બંને માટે અનુકૂળ તૈયાર કરવામાં આવ્યો છે. રેલવે ટ્રેક માટે તેમાં માત્ર ટાયર-ટ્યૂબવાળા પૈડાની જગ્યાએ ટ્રેનના ચક્કર લગાવવામાં આવ્યા છે. એટલે રેલવે ટ્રેક પર આ પ્રકારે ઓટોમેટિક ક્લિનિંગ ટ્રેનના રૂપ લઈ લેશે. તે રસ્તા-રેલ ઉપકરણ બહુઆયામી અને સરળતાથી ઓપરેટ કરવા માટે લાયક છે. તેનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે. આ વાહન સૂકા અને ભીલા સેક્શન સિસ્ટમ, હવા અને પાણીનો ફૂવારો કરનારા નોઝલ નિયંત્રણ વ્યવસ્થાથી સજ્જ છે. તેમાં એક ડિસ્પ્લે યૂનિટ છે. જે અત્યંત પડકારજનક સ્થિતિમાં પણ સફાઈની વ્યવસ્થાને કંટ્રોલ કરે છે. તેના દ્વારા રેલ પાટાઓની સફાઈ માટે વાહન ચાલક ઉપરાંત માત્ર એક વ્યક્તિની જરૂરિયાત છે.

વાહનના સેક્શન સિસ્ટમ દ્વારા એક સૂકા અને ભીના કચરાને ખેંચ્યા પછી નોઝલમાંથી પાણીનો છંટકાવ કરે છે. અને જેટમાંથી પડતા પાણીના તેજ પ્રવાહથી માનવ મળ કે અન્ય પ્રકારના કચરાને વહાવીને ચોખ્ખો કરી નાંખે છે. વાહનમાં લાગેલ કેટલાંક અન્ય નોઝલ રેલ પાટાઓ પર જંતુનાશકનો છંટકાવ કરે છે. જેથી તેના પર માખીઓ, ઉંદર અને અન્ય કીટાણુ ન બેસી શકે. પાણીના જેટ પાટાઓ પરથી માનવ મળ અને અન્ય પ્રકારના ભીના કચરાને સંપૂર્ણ રીતે હટાવી દે છે.

સેક્શન પંપમાંથી ખેંચવામાં આવેલ સૂકા અને ભીનો કચરો અલગ-અલગ ટેન્કોમાં એકઠો થાય છે. અને ટેન્કોમાં સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તેને સ્થાનિક નિગમમાં કચરા ડમ્પિંગ ઝોનમાં નિકાલ કરવામાં આવે છે. તેમાં લાગેલ લીવરથી કંટ્રોલ્ડ ટેલિસ્કોપિક સેક્શન પાઈપ પાટાની સાથે જોડાયેલ નાળાના કાદવ-કીચડને પણ સાફ કરે છે. ટેલિસ્કોપિક સેક્શન પાઈપને પાટાઓના કિનારાની સફાઈ માટે યોગ્ય રીતે સેટ કરવામાં આવે છે.

આમ તો આ રેલવે અને રસ્તા બંને માટે અનુકૂળ વાહન છે. જેથી રેલવે તેને માલ-કચરા પરિવહન વાહન તરીકે રેલવે પાટાથી લઈ રસ્તા પર ઉપયોગમાં લઈ શકે છે. આ વાહનને નિરીક્ષણ વાહન અને જંતુનાશક સ્પ્રે કરનારા વાહન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે આ વાહન સફાઈના મોડમાં હોતું નથી તે સમયે ભારતીય રેલ તેને પરિવહન અને નિરીક્ષણ વાહન તરીકે ઉપયોગમાં લે છે. તેને સફળતાપૂર્વક પરીક્ષણ પછી હવે ભારતીય રેલવે તેને બધા સ્ટેશનો પર સફાઈ વાહન તરીકે ઉપયોગમાં લઈ શકે છે. આ વાહનનું મેન્ટેનન્સ પણ અત્યંત સરળ છે. પાયલટ પરીક્ષણ પછી ડૉક્ટર શરદ કે પ્રધાનની સાથે મળીને તેનું મોટાપાયે વ્યવસાયિક ઉત્પાદન શરૂ થઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link