દેશની આ 5 જગ્યા બરાબર જાણી લો....કારણ કે આપણા જ દેશમાં અહીં ભારતીયો માટે છે NO Entry, જાણો કારણ

Mon, 13 Sep 2021-11:40 am,

હિમાચલ પ્રદેશના કસોલમાં બનેલા ફ્રી કસોલ કેફેમાં ભારતના નાગરિક જઈ શકતા નથી. તેને ઈઝરાયેલ મૂળના લોકો ચલાવે છે. આમ કરવા પાછળ કેફેના માલિકનું કહેવું એમ છે કે અહીં આવનારા મોટાભાગના ભારતીય પર્યટક પુરુષ હોય છે, જે અહીં અન્ય પર્યટકો સાથે દુર્વ્યવ્હાર કરે છે. આ કેફેની આસપાસ સાઈનબોર્ડ પણ હિબ્રુ ભાષામાં છે. 

ગોવા પર્યટકો માટે મનગમતો ટુરિસ્ટ સ્પોટ છે. તે પોતાના ખુબસુરત બીચો માટે દુનિયાભરમાં મશહૂર છે. અહીં ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી પર્યટકો આવે છે. પરંતુ અહી એવા કેટલાક ખાનગી બીચ છે જ્યાં ભારતવાસીઓ જઈ શકતા નથી. અહીં ફક્ત વિદેશી લોકોને જ એન્ટ્રી મળે છે. તેની પાછળ માલિકોનો તર્ક એવો છે કે આવા નિયમો તેમણે 'બિકિની પહેરતા વિદેશી પર્યટકો'ને છેડતીથી બચાવવા માટે લીધો છે. આવામાં સ્થાનિકોએ અનેક બીચ પર ભારતીય પર્યટકોનો પ્રવેશ વર્જિત કરી રાખ્યો છે. 

આ હોટલ વર્ષ 2012માં બેંગ્લુરુમાં બનાવવામાં આવી હતી. ખાસ કરીને જાપાનના લોકો માટે બનાવવામાં આવી હતી. વર્ષ 2012માં સ્થાપિત આ હોટલ પર નક્લવાદના ગંભીર આરોપ લાગ્યા હતા અને વર્ષ 2014માં ગ્રેટર બેંગ્લોર સિટી કોર્પોરેશન દ્વારા હોટલને બંધ કરાવી દેવાઈ હતી. હોટલ માલિકનું કહેવું હતું કે તેમણે જાપાનની અનેક કંપનીઓ સાથે ડીલ કરીને આ હોટલ બનાવડાવી હતી. જેના કારણે તેઓ હોટલમાં ફક્ત જાપાનીઓને જ એન્ટ્રી આપતા હતા. 

આંદમાન નિકોબાર દ્વિપ સમૂહનો એક દ્વિપ નોર્થ સેન્ટિનલ આયર્લેન્ડ પણ છે. આ દ્વિપ 23 કિમી સુધી ફેલાયેલો છે. અહીંની વસ્તી લગભગ 100 છે અને દ્વિપ પર ફક્ત આદિવાસીઓ જ રહે છે. જે બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક રાખતા નથી. આ દ્વિપ પર રહેતા આદિવાસીઓની રક્ષા માટે થઈને સામાન્ય નાગરિકોને અહીં પ્રવેશ મળતો નથી. તેના માટે  કાનૂની વ્યવસ્થા પણ કરાઈ છે. 

ગોવાની જેમ પુડુચેરીમાં પણ એક એવો બીચ છે જ્યાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં ફક્ત વિદેશીઓને જ આવવાની મંજૂરી મળે છે. અહીં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ પાછળ પણ ગોવા જેવો જ તર્ક છે કે વિદેશી પ્રવાસીઓની સુરક્ષા અને તેમને છેડતીથી બચાવવા માટે આમ કરાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link