Adventures Destinations: ભારતની એવી 10 જગ્યાઓ જ્યાં જવા માટે જોઈએ 56ની છાતી! જુઓ Pics
રૂપકુંડ તળાવ: ઉત્તરાખંડમાં 5,029 મીટરની ઉંચાઈ પર આવેલું રૂપકુંડ તળાવ તેની પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. રૂપકુંડ તળાવની શોધ બ્રિટિશ રેન્જરે 1942માં કરી હતી. સરોવરમાં બરફ પીગળ્યા બાદ મળી આવેલા અનેક હાડપિંજરનું રહસ્ય હજુ પણ વણઉકેલાયેલી કડી માનવામાં આવે છે.
દમસ બીચઃ ગુજરાતના દરિયાકિનારે આવેલું, દમસ એ ભારતના સૌથી વિલક્ષણ સ્થળોમાંનું એક છે. ડુમસ બીચ તરીકે ઓળખાતો આ વિસ્તાર ડરામણો હોવાના કારણે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
થારનું મરુસ્થળ: થારનું મરુસ્થળ એ રેતાળ પર્વતમાળાનું વિસ્તરણ છે જેને ભારતનું વિશાળ ભારતીય મરુસ્થળ પણ કહેવામાં આવે છે. મરુસ્થળનો અમુક ભાગ રાજસ્થાનમાં અને અમુક ભાગ પાકિસ્તાનમાં આવેલો છે. 2,00,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારની પશ્ચિમમાં સિંધુ દ્વારા સિંચિત ક્ષેત્ર છે.
સિયાચીન ગ્લેશિયર- ભારતના સૌથી ઠંડા સ્થળનું બિરુદ સિયાચીન ગ્લેશિયર પાસે છે. લગભગ 5,753 મીટરની ઉંચાઈ પર સ્થિત આ સ્થાનનું તાપમાન જાન્યુઆરીમાં -50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ હાડથીજવતી ઠંડીનો સામનો કરવાની સાથે ભારત અને પાકિસ્તાનનાં ઘણા સૈનિકો અહીં તૈનાત છે. ઈન્ટરનેટ પર એવા ઘણા વીડિયો છે જેમાં સૈનિકો બરફથી જામી ગયેલા ઈંડા, ટામેટાં અને જ્યુસને હથોડીથી તોડતા જોવા મળે છે. અહીંની પ્રતિકૂળ પરિસ્થિતિના પગલે હજારો સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.
સેલા પાસ - પૃથ્વી પરનું આ બર્ફીલુ સ્વર્ગ 'આઈસબોક્સ ઓફ ઈન્ડિયા'નાં નામથી પ્રખ્યાત છે. સેલા પાસ, દરિયાની સપાટીથી લગભગ 4,400 મીટરની ઊંચાઈએ આવેલું છે, આ સ્થળ લગભગ આખું વર્ષ બરફના પડથી ઢંકાયેલું રહે છે. આખા વર્ષ દરમિયાન અહીંની પર્વતમાળા ઠંડી હવા અને હિમસ્ખલનનો સામનો કરે છે. અહીનું તાપમાન સામાન્ય રીત -15 ડિગ્રી સુધી જાય છે.
કુલધારા: કુલધારા રાજસ્થાનનાં જેસલમેર શહેરથી 25 કિમી દૂર છે. અહીં એક પ્રખ્યાત ઐતિહાસિક ગામ આવેલું છે. આ એક બિહામણું ગામ છે, જ્યાં પ્રવેશવાની મંજૂરી સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જ આપવામાં આવે છે.
ગુરેઝ વેલી: જો તમે જમ્મુ અને કાશ્મીરની ગુરેઝ ખીણની મુલાકાત લેવા માગો છો, તો મુલાકાત લેવાનો યોગ્ય સમય મે મહિનાથી ઓક્ટોબર મહિના વચ્ચેનો છે. નીચા તાપમાન વચ્ચે અહીંના પર્વતીય વિસ્તારમાં અનેક પ્રકારના પડકારો રહેલા છે.
દ્રાસ: જમ્મુ-કાશ્મીરમાં સ્થિત દ્રાસને ભારતનો સૌથી ખતરનાક વિસ્તાર માનવામાં આવે છે. અહીં તાપમાન ખૂબ ઓછું રહે છે. અહીંની હાડ થિજવતી ઠંડીમાં જીવતા રહેવુ કોઈ પડકારથી ઓછુ નથી.
ચંબલની ખીણ: ચંબલની કોતરોનું નામ આવતા જ લોકોના મનમાં ડાકુઓના નામ આવવા લાગે છે. અહીંના વિરાન જંગલો અને પર્વતીય વિસ્તારોના ખૌફમાં વધારે સમય સુધી ટકી રહેવું કોઈના પણ માટે મુશ્કેલ છે.
બસ્તરનું જંગલ- આ છત્તીસગઢનો નાનો જિલ્લો છે. અહીં ગાઢ જંગલો ઉપરાંત નદીઓ આવેલી છે. બસ્તરના જંગલ નક્સલવાદી વિસ્તારમાં હોવાથી અહીં હંમેશા ખતરો બનેલો રહે છે.