`ફિયાન્સ` પાસેથી `લાંચ` લેવાનું મોઘું પડ્યું આ ઈન્સ્પેક્ટરને, જાણો શું છે સમગ્ર ઘટના....

Tue, 27 Aug 2019-9:02 pm,

ઉદયપુરના કોટડા ગામના પોલીસ સ્ટેશનની ઈન્સ્પેક્ટર ધનપત સિંહે પોતાની ફિયાન્સી સાથે પ્રી વેડિંગ વીડિયો શૂટિંગ કરાવ્યું હતું. જેમાં એક દૃશ્યમાં તેણે પોતાના સરકારી પોલિસ ડ્રેસનો ઉપયોગ કર્યો હતો અને લાંચ લેવાનો એક વીડિયો શૂટ કર્યો હતો. 

પ્રી વેડિંગ વીડિયો શૂટિંગમાં એક એવું દૃશ્ય ફિલ્માવાયું છે, જેમાં વાહનોના ચેકિંદ દરમિયાન ઈમ્સ્પેક્ટર હેલમેટ પહેર્યા વગર આવી રહેલી એક યુવતીને અટકાવે છે. હકીકતમાં આ યુવતી તેની થનારી પત્ની છે. આ યુવતી હેલમેટ ન પહેરવાના દંડથી બચવા માટે હસતા-હસતા ઈન્સ્પેક્ટરના ખિસ્સામાં રૂ.500ની નોટ મુકે છે. આ દૃશ્યના કારણે જ પ્રી વેડિંગ વીડિયો શૂટ વિવાદમાં ઘેરાઈ ગયો છે. 

પ્રી વેડિંગ વીડિયો શૂટ દરમિયાન વાંધાજનક દૃશ્યના શૂટિંગની ફરિયાદ એક અન્ય ઈમ્સ્પેક્ટરે વિભાગના ઉચ્ચ અધિકારીઓને કરી છે. આ ફરિયાદને કાયદો-વ્યવસ્થાના પોલિસ મહાનિરીક્ષક ડો. હવાસિંહ ઘુમરિયાએ અત્યંત ગંભીર ગણીને ઈન્સ્પેક્ટરને નોટિસ ફટકારી છે. આ સાથે જ તેમણે સમગ્ર રાજ્યના પોલિસ અધિકારીઓને પોલિસના ડ્રેસની ગરિમા જાળવી રાખવાની સુચના પણ આપી છે. 

આટલું જ નહીં સમગ્ર કેસમાં ઉદયપુરના એસપી કૈલાશચંદ્ર બિશ્નોઈએ પણ નિયમો અંતર્ગત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. 

આ પ્રી વિડિયો શૂટમાં સરકારી ઈન્સ્પેક્ટર ધનપત સિંહ ફિલ્મી હીરોની જેમ પોતાની ફિયાન્સી સાથે રોમાન્સ કરતા નજરે ચડે છે. ઈન્સ્પેક્ટર પોતાની ફિયાન્સ સાથે સ્વિમિંગપુલમાં મસ્તી કરે છે તો સુંદર હરિયાળીમાં ગીત ગાવાની સ્ટાઈલમાં એક-બીજાને ભેટે છે જેવા ફિલ્મી સ્ટાઈલનાં અનેક દૃશ્યો ફિલ્માવ્યા છે.

જોકે, વિવાદ થઈ ગયા પછી આ વીડિયોને યુ ટ્યુબ પરથી થોડા સમય પહેલા જ દૂર કરી દેવાયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link