International Women`s Day: રેલવેએ મહિલાઓ માટે કરી ખાસ વ્યવસ્થા, રાજ્ય સરકારોએ પણ આપી અનેક ભેટ

Mon, 08 Mar 2021-9:33 am,

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે દિલ્હી પોલીસના મહિલા પોલીસકર્મીઓને દિલ્હીની કમાન સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસના પીઆરઓ ચિન્મય બિસ્વાલના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસમાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 11 હજાર છે. જેમાં મહિલા અધિકારીઓ અને અલગ અલગ વિભાગમાં તૈનાત મહિલા પોલીસકર્મી છે. પોલીસ સ્ટેશનોમાં કામ, ટ્રાફિકનું કામ અને પીસીઆરની કમાન મહિલા પોલીસકર્મીઓના હાથમાં રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા પોલીસકર્મીઓને સન્માન આપવા માટે દિલ્હી પોલીસે આ પહેલ કરી છે. જેમાં દિલ્હીના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી ઓફિસર મહિલા પોલીસકર્મીને બનાવવામાં આવશે અને સહાયતા માટે પુરુષ પોલીસકર્મીને રાખવામાં આવશે. 

આજના દિવસે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ માટે કોરોના રસીકરણની ખાસ વ્યવસ્થા કરાઈ છે. યુપીના 75 જનપદોમાં 3-3 બૂથ પર ફક્ત મહિલાઓને રસી આપવામાં આવશે. એડિશનલ ચીફ સેક્રેટરી સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે જે મહિલાઓની ઉંમર 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ ઉમરની બીમાર મહિલાઓને રસી આપવામાં આવશે. 

ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણે આદેશ બહાર પાડીને કહ્યું છે કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત સ્મારકોમાં વિદેશી અને ભારતીય મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે તાજમહેલ સહિત અન્ય સ્મારકોમાં વિનામૂલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. એએસઆઈ હેઠળ 3691 સ્મારકો આવે છે. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશનને ગુલાબી રોશનીથી સજાવવામાં આવ્યુ છે. સ્ટેશનની તસવીરો રેલવે મંત્રી પિયુષ ગોયલે શેર કરી છે. 

સીએસટી ઉપરાંત દેશના અન્ય રેલવે સ્ટેશનોને પણ સજાવવામાં આવ્યા છે અને મહિલાઓને સમર્પિત કરાયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન, પશ્ચિમ બંગાળનું આસનસોલ સ્ટેશન, ગુજરાતનું અમદાવાદ તથા વડોદરા રેલવે સ્ટેશન , આંધ્ર પ્રદેશનું ગુંતકલ રેલવે સ્ટેશન, કર્ણાટકનું હુબલી રેલવે સ્ટેશન, મધ્ય પ્રદેશનું મદન મહલ રેલવે સ્ટેશન અને હરિયાણાનું અંબાલા રેલવે સ્ટેશન સહિત અનેક સ્ટેશનોને ખાસ કરીને સજાવવામાં આવ્યા છે. મહિલા દિવસે પંડિત દિનદયાળ ઉપાધ્યાય મંડળ રેલ પ્રબંધક કાર્યાલયને પણ સુંદર રોશનીથી સજાવવામાં આવ્યું છે. 

યમુના એક્સપ્રેસ વે વિકાસ પ્રાધિકરણ દ્વારા આજના અવસરે મહિલા પોલીસ સ્ટેશનના નિર્માણ માટે 4 હજાર વર્ગ મીટર જમીન આપવામાં આવી છે. આ જમીન પર જલદી સ્ટેશન બનાવવામાં આવશે. આ સાથે જ મહિલાઓ માટે પિંક ટોયલેટ પણ બનાવવામાં આલવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ પિંક ટોયલેટનો શિલાન્યાસ પણ કરાશે. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજસ્થાન રોડવેઝની બસોમાં મહિલાઓ ફ્રીમાં સફર કરી શકશે. મહિલાઓ ફ્રી મુસાફરીનો લાભ રવિવારે રાતે 12 વાગ્યાથી સોમવારે (8માર્ચ) રાતે 11.59 સુધી ઉઠાવી શકે છે. આ વાતની જાણકારી રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે આપી હતી. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેલંગણા સરકારે તમામ મહિલા કર્મચારીઓને રજાની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવે એક આદેશ બહાર પાડ્યો છે. જેમાં આકસ્મિક રજા આપવાનો નિર્દેશ અપાયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link