IPL 12ને રોમાંચક બનાવી શકે છે આ 4 વિદેશી ખેલાડી, કરશે રનનો વરસાદ

Tue, 19 Mar 2019-7:15 am,

ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન શેન વોટસનની છેલ્લી સિઝનના ફાઇનલ મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ તે શતકીય ઈનિંગને કોણ ભૂલી શકે છે. વોટસને 2018 આઈપીએલના ફાઇનલમાં અણનમ 117 રન બનાવ્યા, જેની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ત્રીજીવાર ટ્રોફી પોતાના નામે કરી હતી. વોટસને આઈપીએલની છેલ્લી સિઝનમાં 15 મેચોમાં 39.64ની એવરેજથી 555 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 2 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 117 રન રહ્યો છે. ચેન્નઈના ફેન્સને આશા થશે કે વોટસનનું બેટ આ સિઝનમાં પણ ખૂબ ધુમ મચાવશે. 

રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરનાર જોસ બટલરના બેટે ગત સિઝનમાં રનનો વરસાદ કર્યો હતો. ઈંગ્લેન્ડના આ ખેલાડીએ ગત આઈપીએલ સિઝનમાં 13 મેચોમાં 54.80ની એવરેજથી 548 રન બનાવ્યા હતા, જેમાં 5 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 95 રન રહ્યો હતો. બટલરના દમ પર જ રાજસ્થાન ગત સિઝનમાં શરૂઆતી હાર બાદ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. આ વખતે રાજસ્થાનના ફેન્સ બટલર પાસેથી આશા રાખી રહ્યાં છે. 

રોયલ ચેલેન્જર બેંગલુરૂના સ્ટાર બેટ્સમેન અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યો છે અને આખી સિઝન બેંગલુરૂ માટે ઉપલબ્ધ રહેશે. વિશ્વના સૌથી વિસ્ફોટક અને ખતરનાક બેટ્સમેનોમાં સામેલ રહેલ ડિવિલિયર્સ મેદાનની ચારે તરફ ચોગ્ગા-છગ્ગાની વરસાદ કરવામાં માહેર છે. આઈપીએલમાં એબી ડિવિલિયર્સે 141 મેચ રમી છે, જેમાં તેણે 150.94ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટની સાથે 3953 રન બનાવ્યા છે. ડિવિલિયર્સ જો રંગમાં દેખાશે તો આરસીબીને પોતાનું પ્રથમ ટાઇટલ જીતાડવામાં મહત્વનો સાબિત થઈ શકે છે. ડિવિલિયર્સે ગત સિઝનમાં 12 મેચોમાં 53.33ની એવરેજથી 480 રન બનાવ્યા હતા, જેમાં 6 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 90 રન રહ્યો હતો.   

ટી-20 ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને યૂનિવર્સ બોસના નામથી જાણીતા ક્રિસ ગેલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં વેસ્ટઈન્ડિઝનો આ બેટ્સમેન 'મેન ઓફ ધ સિરીઝ' રહ્યો હતો. 2019ની શરૂઆતથી લઈને અત્યાર સુધી ગેલે 5 વનડે મેચોની 4 ઈનંગમાં 106ની એવરેજથી 424 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. આ દરમિયાન ગેલનો બેસ્ટ સ્કોર 162 રન રહ્યો. ગત સિઝનમાં પંજાબ તરફથી રમતા ગેલે 11 મેચોમાં 40.88ની એવરેજથી 368 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ હતા. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 104 રન રહ્યો હતો. પંજાબની ટીમ ઈચ્છશે કે આ સિઝનમાં ગેલ પોતાની શાનદાર ઈનિંગથી ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link