IPL: સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે આ Mystery Girls, જુઓ શાનદાર Photos

Fri, 09 Apr 2021-5:09 pm,

આઇપીએ હરાજી 2021 (IPL Auction 2021) દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે બોલી લગાવવા માટે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. જેનું નામ કાવ્યા મારન (Kaviya Maran) છે.

કાવ્યા મારન (Kaviya Maran) ફેમસ બિઝનેસમેન કલાનિધિ મારનની (Kalanithi Maran) પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની (Dayanidhi Maran) ભત્રીજી છે. કાવ્યાના પિતા કલાનિધિ સન ગ્રુપના (Sun Group) માલિક છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમ પર પણ આ કંપનીનો માલિકીનો હક છે.

ઘણી વખત મુંબઇ ઇન્ડિયન્સની (Mumbai Indians) મેચ દરમિયાન જોવા મળતી અદિતી હુંડિયા (Aditi Hundia) પણ આઇપીએલ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહી છે. અદિતીને સૌથી પહેલા 2019 ની આઇપીએલ ફાઇનલમાં જોવામાં આવી હતી. જ્યાં મુંબઇએ ચેન્નાઈને 1 રનથી હરાવી પોતાનો ચોથો ખિતાબ હાંસલ કર્યો હતો.

અદિતી હુંડિયાને (Aditi Hundia) લોકો ઇશાન કિશનની (Ishan Kishan) ગર્લફ્રેન્ડ તરીકે પણ ઓળખે છે. હકીકતમાં અદિતી અને ઇશાન ઘણી વખત સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરતા જોવા મળે છે.

2019 આઈપીએલ દરમિયાન આરસીબીની ફેન ગર્લ તરીકે દીપિકા ઘોષ (Deepika Ghosh) પણ રાતોરાત ચર્ચામાં આવી હતી. તે આરસીબી અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી એક મેચમાં જોવા મળી હતી, ત્યારબાદથી તેને સોશિયલ મીડિયા પર સતત રિકવેસ્ટ આવવા લાગી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link