Success Story: રૂપરૂપનો અંબાર છે આ મહિલા IPS ઓફિસર, મોડલ પણ લાગે છે ફિકી

Mon, 03 Jun 2024-6:30 pm,

ખૂબ ઓછા ઉમેદવારો જ યૂપીએસસીની પરીક્ષા પાસ કરે છે. કેટલાક ઉમેદવાર ઘણા પ્રયત્નો બાદ પરીક્ષામાં સફળ થઇ જાય છે. એવું જ એક નામ છે આશના ચૌધરી. 

આશના ચૌધરીએ પોતાના ત્રીજા પ્રયત્નમા6 2022 માં AIR 116 ની સાથે યૂપીએસસી પરીક્ષા પાસ કરી. તે 2020 માં પહેલીવાર યૂપીએસસી પરીક્ષામાં સામેલ થઇ, પરંતુ તેને પાસ કરી શકી નહી. 

વધુ અભ્યાસ બાદ આશનાએ ફરીથી પરીક્ષા આપી, આ વખતે તેના પ્રદર્શનમાં સુધારો થયો તો પરંતુ તે ફક્ત 2.5 પોઇન્ટથી પાછળ રહી ગઇ. 

ફરી આશાએ પોતાની તૈયારીની રણનીતિ બદલી અને યૂપીએસસી પરીક્ષાના તમામ તબક્કાઓને 992 પોઇન્ટ સાથે પાસ કર્યું. 

આશના ચૌધરીએ દિલ્હી યુનિવર્સિટીના લેડી શ્રી રામ કોલેજ ફોર વુમેન અંગ્રેજી સાહિત્યમાં બીએ ઓનર્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી. 

ગ્રેજ્યુએશન લેવલનો અભ્યાસ કર્યા બાદ, ચૌધરીએ પોતાની યૂપીએસસીની તૈયારી શરૂ કરી દીધી. તેમણે દક્ષિણ એશિયાઇ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ શરૂ કર્યો. તેમણે એક એનજીઓ સાથે પણ કામ કર્યું છે જે વંચિત બાળકોને શિક્ષિત કરવામાં મદદ કરે છે. 

આશના ઉત્તર પ્રદેશના હાપુડની મૂળ નિવાસી છે. તેના પિતા, ડો અજીત ચૌધરી એક સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. 

તે ઇંસ્ટાગ્રામ પર પણ ખૂબ પોપુલર છે. તેમના ઇંસ્ટાગ્રામ પર લગભા 2.63 લાખ ફોલોવર્સ છે. તે પોતાના ફોટા અને વીડિયોઝ અહીં શેર કરતી રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link