Israel-Hamas War: જંગના આ 5 `ખેલાડી` પર ટકેલી છે આખી દુનિયાની નજર

Thu, 12 Oct 2023-10:50 am,

હમાસ એક ચરમપંથી સંગઠન છે જે ગાઝા પટ્ટી પર શાસન કરે છે. હમાસની સ્થાપના 1987માં થઈ હતી. હમાસના વડા ઈસ્માઈલ હાનિયેહ છે. આ વખતે ઈઝરાયેલ પરના હુમલાએ બધાને ચોંકાવી દીધા. ગાઝાથી ઈઝરાયેલ પર એક સાથે 5 હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ સિવાય હજારો આતંકવાદીઓ પણ ફેન્સીંગ તોડીને ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા અને 100થી વધુ ઈઝરાયેલના નાગરિકોને પકડી લીધા હતા. આ બધાની જવાબદારી હમાસે લીધી છે. તેના જવાબમાં ઈઝરાયેલે કહ્યું કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પણ હમાસ વિરૂદ્ધ લડવામાં આવી રહેલા યુદ્ધમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. હમાસના હુમલા બાદ નેતન્યાહુએ હમાસને જડમૂળથી ઉખેડી નાખવાની અને મધ્ય પૂર્વનો નકશો બદલવાની ધમકી આપી છે. નેતન્યાહુએ કહ્યું કે હમામ પાસેથી એવી કિંમત વસૂલવામાં આવશે જે ઘણા દાયકાઓ સુધી યાદ રહેશે. તમને જણાવી દઈએ કે નેતન્યાહૂ ગયા વર્ષે જ છઠ્ઠી વખત વડાપ્રધાન બન્યા હતા અને હવે યુદ્ધ દરમિયાન તેમને વિપક્ષનું સમર્થન પણ મળ્યું છે. ઈમરજન્સી દરમિયાન નેતન્યાહુની આગેવાની હેઠળના ગઠબંધને વિપક્ષ સાથે મળીને સરકાર બનાવી છે. ઇઝરાયલ સરકારે હમાસની સમસ્યાને સંપૂર્ણપણે ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

આતંકવાદી સંગઠન હમાસનો ચીફ ઈસ્માઈલ હાનિયેહ (Ismail Haniyeh) મધ્ય પૂર્વના યુદ્ધમાં મોટો ખેલાડી છે. ઈસ્માઈલ હનીયેહનો જન્મ 1962માં ગાઝા પટ્ટીના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. ઇસ્માઇલ હાનિયેહ (Ismail Haniyeh) નાની ઉંમરે હમાસમાં જોડાયા હતા. ઈસ્માઈલ હાનિયેહ (Ismail Haniyeh) વર્ષ 2006માં પેલેસ્ટાઈનના વડાપ્રધાન બન્યા હતા. જોકે, ઘણા વર્ષો પહેલા ઈસ્માઈલ હાનિયેહ (Ismail Haniyeh) ત્યાંથી ભાગીને કતારમાં સ્થાયી થયો હતો. નવાઈની વાત એ છે કે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે થયેલા હુમલા પહેલા ઈસ્માઈલ હાનિયેહ (Ismail Haniyeh)એ નિવેદન આપ્યું હતું કે આપણા લોકો પર થઈ રહેલા અત્યાચાર અને પશ્ચિમી સમર્થનને કારણે અમે હવે બધું ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

એક આંખ ધરાવતો આ વ્યક્તિ મોહમ્મદ દાએફ પાંચ વખત ઈઝરાયેલના હુમલામાં બચી ગયો છે. જ્યારે 2014માં ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેમની પત્ની, સાત મહિનાનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રીના મોત થયા હતા. ઇઝરાયેલનું માનવું છે કે હમાસના હુમલાનું કાવતરું મોહમ્મદ દાએફએ ઘડ્યું હતું. ઈઝરાયેલે મોહમ્મદ દાએફને નવો 'ઓસામા બિન લાદેન' ગણાવ્યો છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે 58 વર્ષીય મોહમ્મદ દૈફને મારવાનો સાત વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક વખતે નિષ્ફળ રહી હતી. એવો દાવો કરવામાં આવે છે કે નવા ઓસામા બિન લાદેન એટલે કે મોહમ્મદ દાએફને બંને હાથ અને પગ નથી. તેની પાસે એક જ આંખ છે. મોહમ્મદ દાએફ હંમેશા વ્હીલ ચેરમાં રહે છે અને ગાઝામાં બનેલી ભૂગર્ભ ટનલમાં સંતાઈ જાય છે. મોહમ્મદ દાએફ દરરોજ રાત્રે પોતાનું સ્થાન બદલે છે અને ક્યારેય એક જગ્યાએ રહેતો નથી. વીડિયોમાં પણ તે હંમેશા માસ્ક પહેરેલો જોવા મળે છે અથવા તો માત્ર તેનો પડછાયો જ દેખાય છે. તે ક્યારેય સ્માર્ટફોન કે અન્ય ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતો નથી.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં ઈરાન હજુ સીધો સામેલ નથી, પરંતુ તેના સુપ્રીમ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇની પણ આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. આયાતુલ્લા અલી ખામેનેઇ 1989 થી ઈરાનના સુપ્રીમ નેતા છે. અયાતુલ્લા અલી ખામેનેઇ અને તેમના દેશ ઈરાન પર હમાસને સમર્થન આપવાનો આરોપ છે. આરોપ છે કે હમાસને ઈરાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, નહીં તો તે પોતે આટલો મોટો હુમલો કરવા સક્ષમ ન હોત. જો કે ઈરાને તેની સામેના તમામ દાવાઓને ફગાવી દીધા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link