Independence Day: ITBP એ લદ્દાખમાં શાનથી ફરકાવ્યો તિરંગો, જુઓ આઝાદીના જશ્નની તસવીરો
આજે દેશ આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ખુશી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ. તો આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં Pangong Tso ઝીલના કિનારા પર ધ્વજારોહણ કર્યું. (ફોટો સાભાર- ANI)
ભારતનો ઝંડો ફરકાવતા આઈટીબીપીના જવાન ખુબ જોશમાં જોવા મળ્યા. દેશની સરહદો પર સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવવામાં આવ્યો. (ફોટો સાભાર- ANI)
ધ્વજારોહણ બાદ આઈટીબીપીના જવાનોએ તિરંગાને સલામી આપી અને ભારત માતા કી જય બોલાવી હતી. (ફોટો સાભાર- ANI)
ભારત-ચીન બોર્ડર પર આઝાદીના પર્વનો જશ્ન શાનદાર રહ્યો. આઈટીબીપીના જવાનો હાથમાં તિરંગો લઈ પરેડ કરતા જોવા મળ્યા હતા. (ફોટો સાભાર- ANI)
સ્વતંત્રતા દિવસ પર દેશના જવાન સરહદ પર એલર્ટ છે. દરેક જગ્યાએ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. (ફોટો સાભાર- ANI)