Joe Biden ના ખાતામાંથી પુત્ર Hunter Biden એ કોલ ગર્લને કર્યું 18 લાખનું પેમેન્ટ, ન્યૂયોર્ક પોસ્ટનો દાવો

Thu, 24 Jun 2021-8:10 am,

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના બેંક ખાતામાંથી લાખો રૂપિયા કોલ ગર્લ પાસે પહોંચી ગયા હતા. આવું તેમના પુત્ર હન્ટર બાઈડેનના કારણે બન્યું. હન્ટરે વર્ષ 2018ના રોજ એક કોલ ગર્લ સાથે હોટલમાં રાત વીતાવી હતી અને તેનું પેમેન્ટ તેમણે જો બાઈડેનના ખાતામાંથી કર્યું હતું. અમેરિકી અખબાર ન્યૂયોર્ક પોસ્ટે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

મળતી માહિતી મુજબ વર્ષ 2018માં હોલીવુડની ચેટો મારમોન્ટ હોટલમાં એક કોલ ગર્લ સાથે વીતાવેલી રાતો માટે અજાણતા હન્ટરે પોતાના પિતાના એકાઉન્ટથી જ પેમેન્ટ કરી નાખ્યું હતું. હન્ટર બાઈડેનના લેપટોપમાં અનેક મેસેજ, તસવીરો અને નાણાકીય લેવડદેવડની જાણકારી મળી છે. રિપોર્ટ મુજબ આ લેપટોપને હન્ટર બાઈડેન એક ડાયરીની જેમ ઉપયોગમાં લેતા હતા. હન્ટરે તે લેપટોપને રિપેરિંગ માટે દુકાનમાં આપ્યું હતું. ત્યારબાદ તેઓ ભૂલી ગયા. ન્યૂયોર્ક પોસ્ટે દસ્તાવેજોના આધારે દાવો કર્યો કે તેમના પુત્ર હન્ટર બાઈડેને પોતાની મનગમતી સાઈટ એમરાલ્ટ ફેન્ટસી ગર્લ્સમાંથી પોતાના માટે રશિયન અને નીલી આંખોવાળી કોલ ગર્લ પસંદ કરી અને તેની સાથે તેમણે રાત વીતાવી. મહિલાનું નામ યાના હતું. 

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેને 24 મે 2018ના રોજ ગુલનોરા નામની મહિલાનો સંપર્ક કર્યો જે એમરાલ્ડ ફેન્ટસી ગર્લ્સ માટે એક રજિસ્ટર્ડ એજન્ટ હતી. તેને પૈસા મોકલવાની કોશિશ એક એપ દ્વારા કરી પરંતુ તેનું કાર્ડ કામ કરતું નહતું. અને ત્યારબાદ નાની નાની રકમમાં 25,000 ડોલર એક કલાકથી પણ ઓછા સમયમાં તેમણે ટ્રાન્સફર કર્યા. 

ડેઈલી મેઈલમાં પ્રકાશિત અન્ય એક ખબર મુજબ હન્ટરના લેપટોપથી એક્સપર્ટ દ્વારા 103,000 ટેક્સ્ટ મેસેજ, 154,000 ઈમેઈલ, 2000થી વધુ તસવીરો પ્રાપ્ત કરાઈ છે. જેનાથી ચોંકાવનારા ખુલાસા થયા છે. વગદાર પરિવારના પુત્રના અંગત જીવન સંબંધિત અનેક ખુલાસા વચ્ચે અત્રે જણાવવાનું કે જે સમયની હન્ટરની આ ચેટ અને ઈમેઈલ લીક થયા ત્યારે તેમના પિતા જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ નહતા. 

હન્ટરે વર્ષ 2018માં એક મહિલાને સ્વીટહાર્ટ, લવ કહીને મેસેજ કર્યો હતો. જેમાં યુક્રેનની આ મહિલાની માતાના ઘરનું ભાડુ આપવાની રજુઆત કરતા પ્લેનની ટિકિટ ખરીદવાની સાથે સેલરી પણ અપાઈ હતી. 20 ફેબ્રુઆરી 2019ના રોજ હન્ટરે ડાયના પગાનો નામની એક મહિલાને પણ ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ઢગલો તસવીરો, દસ્તાવેજો, ઈમેઈલ અને અન્ય ચેટની તપાસથી જાણવા મળ્યું છે કે વર્ષ 2013થી 2016 સુધીમાં હન્ટરે પોતાને પૂરેપૂરી રીતે કરજમાં ડૂબાડી દીધા હતા. કરોડો રૂપિયાની આવક હોવા છતાં પારાવાર ખર્ચા અને બિઝનેસ ડીલ રદ થવાના કારણે આવી સ્થિતિ પેદા થઈ હોવાના કારણો અપાયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link