જુનાગઢમાં પોલીસે પૂરના પાણીમાં કરેલી આ રેસ્ક્યૂ કામગીરીને સલામ, ચારેતરફ તારાજીના દ્રશ્યો જુઓ આ તસવીરોમાં

Sun, 23 Jul 2023-8:37 am,

જૂનાગઢના વંથલી પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું,,, વાડલા ફાટક પાસે એક મહિલા માતાજીની મૂર્તિ મુકીને આવવા તૈયાર ન હતા,,, પોલીસે માતાજીની મૂર્તિ સાથે મહિલાનું રેસક્યૂ કરી સલામત સ્થળે લઈ જવાઈ,,,

જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ....ધસમસતા પાણીના પ્રવાહે લોકોને ધ્રુજાવ્યા...ધસમસતા પ્રવાહમાં અનેક કાર-બાઇકો તણાયા...

જૂનાગઢમાં મોંઘી ગાડીઓ રમકડાંની જેમ તણાઈ .....ધસમસતાં પાણી વચ્ચે જ અનેક લોકો ફસાયા...રસ્તા પરથી ધસમસતી નદીઓ વહી -... 

જૂનાગઢમાં આવેલા પૂરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ,,,, દુરવેશ નગર ખાતે રહેતા વિનોદભાઈ પૂરમાં તણાયા હતા,,, પૂરથી બચવા તેઓએ લીધો ગાડીનો લીધા આશરો,,, ગાડી પણ પાણીના પ્રવાહમાં વેહવા લાગી,,,  સતત બે કલાક સુધી તેઓ પાણીના પ્રવાહ સાથે ઝઝુમતા રહ્યા,,, સ્થાનિકોએ વિનોદભાઈનો બચાવ્યો જીવ

જૂનાગઢના ભવનાથ તળેટીમાં પૂર જેવી સ્થિતિ......જૂનાગઢના કાળવા ચોકમાં પાણી જ પાણી...... કાળવાના  પુલ પર ભરાયા પાણી..રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી...

જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો.... ભારે વરસાદ બાદ ઝરણાંઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું....  પર્વત પરથી નદીઓ વહેતા અદભુત નજારો સર્જાયો...

જૂનાગઢમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત....અબોલ ભેંસો પણ પાણીના પ્રવાહમાં તણાતી જોવા મળી.... ચારેય તરફ તારાજીના દ્રશ્યો  સર્જાયા..

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર.....મેંદરડા તાલુકો વરસાદને લઇ પ્રભાવિત થયો.....જૂનાગઢનું ગણેશ નગર બેટમાં ફેરવાયું.... રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા

જૂનાગઢના સક્કરબાગ ઝુમાં પાણી ભરાયા...... સક્કરબાગ ઝુમાં શિયાળને સલામત સ્થળે રખાયા...પાણી ભરાતા સલામત સ્થળે ખસેડાયા...   

રામ રાખે તેને કોણ ચાખે...આ કહેવત જૂનાગઢમાં રહેતા વિનોદભાઈ ટેકચંદાની સાથે કઈક આવું જ બન્યું છે.. જૂનાગઢમા આવેલા ભયાનક પૂરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ છે જેમાં અનેક લોકોને સાક્ષાત યમરાજના દર્શન થયા હતા. જોકે તેમાં વિનોદભાઈ મોત ને પણ હાથ તાડી આપીને પરત ફર્યા છે... જૂનાગઢના દુરવેશ નગર ખાતે રહેતા વિનોદભાઈ પોતાની દુકાને થી ઘરે પરત ફરતા હતા તે સમયે અચાનક શરૂ થયેલો વરસાદ તેઓ માટે મોટી મુશિબત લઈને આવ્યો હતો... ઘર પાસે પહોંચે એ પહેલા જ એકાએક કાળવા નદીના પ્રચંડ પુરમાં તેઓ તણાઈ ગયા અને પુર થી બચવા તેઓએ પાસે રહેલી ગાડીનો આશરો લીધો જોકે મોટર કાર પણ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ઝીંક ઝીલી ન શકી અને ગાડી તણાવા લાગી સાથે વિનોદભાઈ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા સતત બે કલાક સુધી તેઓ પાણીના પ્રવાહમાં એક ઝાડ ના સહારે ટકી રહ્યા અને બાદમાં આસપાસના લોકોએ તેઓએ વિનોદ ભાઈને બચાવી લીધા છે. તેઓનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે સાથે જ તેઓએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં આપવીતી જણાવી હતી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link