શિક્ષક કભી સાધારણ નહિ હોતા... ગુજરાતના આ શિક્ષકે એવુ અસાધારણ કામ કર્યું કે ગૂગલે પણ નોંધ લીધી
જૂનાગઢ કાથરોટાની માધ્યમિક સ્કુલમા શિક્ષક તરીકે ફરજ બજાવતા બલદેવ પરી 2011 થી ડિજીટલ શિક્ષણ આપી રહ્યાં છે. આજના ડિજિટલ યુગમા પોતાના ઘરે સ્ટુડિયો બનાવીને વિદ્યાર્થીઓને ઘરે બેઠા ફ્રીમા શિક્ષણ આપે છે. છેલ્લા 11 વર્ષથી શિક્ષણનું કાર્ય કરી રહ્યાં છે. ત્યારે તેમની ‘પ્રેરણાના પુષ્પો’ની વેબસાઈટના 2 કરોડ વધુ વિઝીટર અને સંખ્યાબંધ ફોલોઅર છે. તેમના આ સેવાકીય કામની ગૂગલે નોંધ લીધી છે, અને ગૂગલે વિશેષ સન્માન આપ્યું છે.
જુનાગઢના કથરોટાના શિક્ષક બલદેવ પરીએ લોકડાઉનમા શિક્ષણના 700 થી વધુ વીડિયો અપલોડ કર્યા હતા. તે બદલ સૌથી વધુ માનવ કલાક આપનાર તરીકે બલદેવ પરીને ગુગલના યુટ્યૂબ દ્વારા કોફી ટેબલ બુકમાં સ્થાન મળ્યું છે.
ગુગલે દેશમાંથી 35 લોકોની પસંદગી કરી છે, જેમા ગુજરાતના એકમાત્ર શિક્ષક બલદેવ પરીની પસંદગી કરી છે. બલદેવ પરીએ પોતાના ઘરે 7 લાખના ખર્ચે ડિજીટલ સ્ટુડિયો બનાવ્યો છે. તેઓ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઓનલાઈન ઘરે બેઠા ફ્રીમાં શિક્ષણ આપી રહ્યાં છે. આ સિદ્ધી બદલ તેઓ બે વાર રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.