Pics : જુનાગઢની ખેડૂત પુત્રીએ કર્યું એવુ કામ કે, PM મોદી જ નહિ, હીરા બાની આંખમાંથી પણ આસું સરી પડશે

Wed, 17 Apr 2019-12:53 pm,

સામાન્ય રીતે આપણે ઘરમાં વડીલો હોય, તો તેઓ નિરાંતની પળોમાં એક પુસ્તકમાં કે કાગળમાં મંત્રો લખે છે. તેમની આ ભાવનામાં શ્રદ્ધા જોડાયેલી હોય છે. પરંતુ જો કોઈ નરેન્દ્ર મોદી અને તેમના માતુશ્રી હીરાબાના વાત્સલ્ય પ્રેમને લઈને મંત્ર લખે તો!!! વિચારમાં પડી ગયા ને? પણ મા-દીકરાના અનોખા બંધનથી પ્રભાવિત થઈને જુનાગઢના ધાનીબેને "માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી"ના જાપ નોટબુકમાં લખવાનું શરૂ કર્યું હતું. ધાનીબેન પરબતભાઈ વરુ નામના આ મહિલા જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના નાના એવા મોટી ધણેજ ગામે પોતાના પરિવાર સાથે રહે છે. જેમણે અત્યાર સુધી 5.55 લાખ વાર "માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી" મંત્ર ચોપડામાં લખ્યો છે.

ધાનીબેન કહે છે કે, હું એવું ઈચ્છું છું કે મોદી આજીવન આ દેશના વડાપ્રધાન બની રહે. કારણ કે તેમને જે કામ કામો કર્યા છે, તેવા કામ આજ સુધીમાં કોઈએ નથી કર્યા. આમ, આ કારણે ધાનીબેન લોકોને પણ પીએમ મોદીને વોટ આપવાની સલાહ આપે છે. 

ધાનીબેન પરિવાર સાથે જૂનાગઢ જિલ્લામાં નાના એવા મોટી ધણેજ ગામ રહે છે. તેઓ શૈક્ષણિક કાર્યની સાથે ખેતીકામ સાથે પણ જોડાયેલા છે. ધાનીબેન કહે છે, હીરાબા સૌથી મહાન છે. કારણ કે તેમણે મોદી જેવા સપૂતને જન્મ આપ્યો છે અને આજે મોદીજી પાકિસ્તાન અને આતંકવાદ જેવા પ્રશ્નો સામે લડી રહ્યા છે. મોદીજી ફરી એકવાર નહી આજીવન વડાપ્રધાન બનવા જોઈએ તેવી મારી ઈચ્છા છે. એટલે આવા સપૂતને જન્મ આપનાર માતા જ શ્રેષ્ઠ કહેવાય છે, તેમને બિરદાવવા માટે નરેન્દ્ર મોદીની માતાનું નામ તેમણે 5.55 લાખ વાર કાગળ ઉપર લખ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. તેઓ બે વર્ષથી બુકમાં ‘માતુશ્રી હીરાબા દામોદરદાસ મોદી’ એવો મંત્ર લખી રહ્યા છે. 

ધાનીબેનને જ્યારે પણ ફ્રી સમય મળે ત્યારે તેઓ નોટબુકમાં આ મંત્ર લખવાનું શરૂ કરી દે છે. ઘરે હોય કે બહાર, બસમાં હોય કે ટ્રેનમાં, જ્યારે પણ સમય મળે ત્યારે મંત્ર લખવાનું કામ શરૂ કરે. મંત્રો લખી લખીને તેમનો ચોપડાનો ભાર પણ વધતો જઈ રહ્યો છે. તેઓની ઈચ્છા છે કે, જ્યયારે તેમની મુલાકાત મોદીજી સાથે થશે ત્યારે આ બધા નામ લખેલા પુસ્તક તેમને અર્પણ કરશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link