Shukrawar Upay: શુક્રવારે કરી લો બસ આ 5 કામ, માતા લક્ષ્મી તમારા પર રહેશે સદા પ્રસન્ન
શુક્રવારે ક્યારેય ઘરને ગંદુ ન રાખવું. સવારે ઊઠીને સૌથી પહેલા ઘરની સાફ-સફાઈ કરી અને સ્નાન કરી માતા લક્ષ્મીની પૂજા કરવી.
શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરવો અને તેમને સફેદ મીઠાઈ ધરાવવી. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી વાસ કરે છે.
શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું પણ શુભ ગણાય છે તમે ઈચ્છો તો આ દિવસે ગાયને લોટમાં ખાંડ ઉમેરીને પણ ખવડાવી શકો છો.
શુક્રવારે રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પૂજામાં માતા લક્ષ્મીના ચરણો પાસે કોડી રાખવી જોઈએ. આ દિવસે વ્રત પણ કરવું જોઈએ.
શુક્રવારે દક્ષિણા વર્તી શંખમાં જલ ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી જીવનમાં ધનની ખામી રહેતી નથી. સાથે જ શુક્રવારે માતા લક્ષ્મીને લાલ ચાંદલો, સિંદૂર, લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ