ગુજરાતના આ મંદિરમાં કાળ ભૈરવની મૂર્તિમાં એક હાથ અને માળા નથી, રોમાંચક છે તેનો ઈતિહાસ

Sat, 01 Dec 2018-11:59 am,

આશરે સવા બસો વર્ષથી પૂજાતા કાળ ભૈરવનું આ સિદ્ધ મંદિર છે.  આ મંદિરની મુખ્ય ખાસિયત તેની મૂર્તિ છે. અહી બિરાજેલા કાળ ભૈરવની પ્રતિમા સંપૂર્ણપણે લાકડામાંથી બનેલી છે. પણ આ મૂર્તિ અધુરી છે. કાલ ભૈરવદાદાની આ પ્રતિમાને કંઠનો હાર અને અને એક હાથ નથી. એક લોકવાયકા પ્રમાણે જ્યારે આ પ્રતિમાનું કાષ્ઠમાં ઘડતર ચાલતું હતું તે વખતે એવી બાંહેધરી લેવાયેલી કે પ્રતિમાનું ઘડતર કામ જ્યાં સુધી પૂર્ણ  નાં થાય ત્યાં સુધી કોઈએ ત્યાં જવું નહિ. પરંતુ ગામના એક વ્યક્તિએ પ્રતિમાનું અંતિમ કામ બાકી હતું ત્યારે તેના પર નજર કરી હતી. બસ તે સમયથી જ આ પ્રતિમાનો એક હાથ અને કંઠની માળાનું જે કામ બાકી હતું તે અધૂરું જ રહી ગયું. તો અહી બનાવાતી સુખડીની પ્રસાદીમાં એક વાર ઘી ખૂટતા મંદિરના સ્થાપક મોતીવનજી મહારાજે બાજુની વાવનું પાણી ઘી તરીકે ઉપયોગમાં લેવાનું સુચન કર્યું અને એના પ્રતાપે આજ દિન સુધી મંદિરની બાજુની વાવમાંના પાણી પર કાયમ માટે ઘી તરતું જોવા મળે છે. 

આ મંદિરે ૫, ૧૧, ૨૧ રવિવારે દર્શન કરવાની બાધાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કેન્સર જેવા રોગ પણ અહી 11 રવિવાર ભરવાની માનતા માન્યા બાદ મટી ગયા હોવાના દાખલા છે. તો નિ:સંતાન દંપતીઓને અહી બાધા રાખવાથી સંતાન પ્રાપ્તિના પણ અનેકો દાખલા છે. ત્યારે આજે પણ ગામલોકો કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પછી તેઓ ક્યાય પણ જતા હોય કાળ ભૈરવ દાદાના દર્શન કરીને જ ગામની બહાર પગ મૂકે છે. અહી બિરાજેલા કાળ ભૈરવદાદાએ અનેકો પરચા આપ્યા હોવાના દાખલા મોજુદ છે.   

અહી ઇડર અને ઉદેપુરના રાજા કાળ ભૈરવ દાદાની તેજથી અંજાઈ અવારનાવર અહી દર્શન કરવા આવતા. તેઓ અહીં વાર્ષિક સખાવત પણ મોકલાવતા. આજે પણ અહી દુર દુરથી ભક્તો દાદાનાં દર્શન કરવા આવે છે. ખાસ કરીને રાજસ્થાન, મુંબઈ, અમદાવાદ, ગાંધીનગરના શ્રદ્ધાળુઓ મુખ્ય છે. મંદિરે પુનમ, રવિવાર, મંગળવાર, કાળ ભૈરવ જયંતી અને નવરાત્રિનાં નોમના હવનનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં કાષ્ઠની પ્રતિમા ધરાવતું એક માત્ર આ શિખરબંધ મંદિર લાખો લોકોને માટે  આસ્થાના પ્રતિક સમું છે.  નોકરી અને કામ ધંધા અર્થે મુંબઈ જેવા નગરો પેઢીઓથી સ્થળાંતર કરી ગયેલા છે પણ વર્ષમાં બે થી ત્રણ વાર પરિવાર સહિત કાળભૈરવ દાદાનાં દર્શન કરવા અચૂક આવે છે. અહીં તેઓ દર્શન કરી સુખડીનો થાળ ચડાવી ધન્યતા અનુભવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link