Holi Special: કેસુડાના રંગથી રંગોત્સવની રંગત...જાણો કેસૂડા વિના કેમ અધૂરી કહેવાય છે ધૂળેટી
હોળી-ધૂળેટી આવી...ચાલો ખેલીએ શીતળ મધુરા કેસૂડાના રંગથી ખેલીએ રંગોત્સવ...આપણા આદિવાસી સમાજના પૂર્વજોએ દરેક વનસ્પતિના ઔષધિય ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારૂ રહે.
આજના મોબાઈલ યુગની પેઢીને કેસૂડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસૂડો જોવા મળતો નથી.ફાગણ મહિનો આવતાં જ કેસૂડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે.ત્યારે આ કેસૂડો સોળેકળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે.સાથેજ આ કેસૂડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યુ છે.
કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે ત્યારે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, આ સાથે કેસૂડો પણ ખીલી ઉઠ્યો છે. ત્યારે આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહવો પણ અનેરો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે.
Holi Special: ભારતમાં કેવી છે રંગોત્સવની રંગત? જાણો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે હોળી
કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે.
PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી
ફાગણએ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો અને શક સંવતનો બારમો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસૂડો તરીકે ઓળખવામાં આવે છે. જો કે હવે કેમિકલ રંગોના સમયમાં કુદરતી વનસ્પતિ રંગોથી કોઇ ધુળેટી રમતુ તો નથી છતાં પણ ડાંગ-વાંસદાના આદિવાસીઓને હોળી ધુળેટીમાં કેસૂડાની યાદ અવશ્ય આવે જ છે.ફાગણ મહિનાના આગમન ટાણે કેસૂડાના ફુલ ખિલતા હોય છે.ઉનાળાના ત્રણ મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખુબ ઉપયોગી છે. કેસૂડાના ફુલને સુકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનો પાવડર પાણી સાથે ભેળવી છાંટવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે તેવા ઔષધિય ગુણો તેમાં રહેલા છે. ઉનાળામાં થતાં ચામડીના રોગો પણ તેના પરિણામે દુર રહે છે.
ઔષધીય રીતે કેસુડાના ફૂલો ગુણકારી હોવાના સંશોધનો પણ થઇ ચૂક્યા છે. ત્યારે આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકો ધૂળેટી તો કેસુડાના ફૂલોથી જ રમે છે. કેસૂડાના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસૂડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો પણ થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસૂડાના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે.જેથી કેસૂડો શરીર માટે પણ ગુણકારી હોવાનુ જાણવા મળ્યુ છે.
Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો