PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી

દુનિયાના શક્તિશાળી પ્રધાનમંત્રીઓની યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ પણ આવે છે.ત્યારે પોતાના કામ માટે જાણીતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભક્તિ પ્રત્ય પણ એટલો જ લગાવ છે.પવિત્ર તીર્થ સ્થળો પર શિશ ઝુકાવવાનો એક પણ મોકો નથી છોડતા પ્રધાનમંત્રી મોદી.

નરેશ ધારાણી, અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રીની ખુબીઓ વિશે તમને કોઈ પૂછે તો શું કહેશો.તેઓ કોઈ પણ જાતની રજા રાખ્યા વગર 24માથી 18 કલાક કામ કરે છે.સતત લોકોના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરે છે.હંમેશા દેશના વિકાસને વેગ આપવા પ્રયત્નશીલ રહે છે.પરંતુ આ તમામની ઉપરાંત તેમની એક ખુબી છે જેના વિશે તમામ લોકો નથી જાણતા.એ ખુબી છે તેમની ભક્તિ.શિવ ભક્ત પ્રધાનમંત્રી મોદીને કેટલાક તીર્થ છે જે ખુબ જ પસંદ છે. નરેન્દ્ર મોદી શક્તિશાળી શક્તિશાળી પ્રધાનમંત્રી બન્યા બાદ પણ ભક્તિને નથી ભૂલ્યા.આજે પણ તેનો ભક્તિ પ્રત્યનો વિશ્વાસ અડગ છે.એવું માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી દરરોજ નિયમિત પૂજા કરે છે. દરરોજ સવારે અને સાંજે ભગવાનની ઉપાસના કરે છે. પ્રધાનમંત્રી મોદી એવા નેતા છે જેમની ભગવાન પ્રત્યેની આદર અને ભાવના સ્પષ્ટપણે દેખાય છે.ત્યારે આજે કેટલાક એવા તીર્થો વિશે વાત કરીશું જે પ્રધાનમંત્રી મોદીને ખુબ જ પ્રિય છે.

કૈલાસ પર્વત (Mount Kailash)
પ્રધાનમંત્રી મોદીને બાળપણથી જ કૈલાસ પર્વતનો ખુબ લગાવ હતો.જીવનનો એક પડાવ એવો આવ્યો જ્યારે બધુ જ છોડી કૈલાશ પર્વત માટે નીકળી ગયા હતા.જેથી પ્રધાનમંત્રી મોદીને આજ પણ કૈલાશ પર્વત એટલો જ પ્રિય છે.કૈલાસ પર્વતને ભગવાન શિવનું સ્થાન માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆતથી જ કૈલાસ પર્વત વિશે વધુને વધુ માહિતી એકત્રિત કરવાનો શોખ રાખ્યો છે.જેથી પ્રધાનમંત્રીના પ્રિય સ્થળોમાંથી એક છે કૈલાસ પર્વત

 

રામ મંદિર- અયોધ્યા, ઉત્તર પ્રદેશ

1/12
image

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દાયકાઓથી ચાલતા વિવાદનો અંત આવ્યો અને રામજન્મભમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો. ત્યારે હિંદુઓની આસ્થાના પ્રતિકસમા રામજન્મ સ્થળ અયોધ્યામાં પ્રધાનમંત્રી મોદીએ ભૂમિપૂજન કરાવીને રામમંદિરના નિર્માણનો પાયો નાંખ્યો. આ મંદિર સાથે પ્રધાનમંત્રી મોદી સહિત કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે.

માતા વૈષ્ણો દેવી (Vaishno Devi)

2/12
image

જમ્મુ-કાશ્મીરના પહોડામા બિરાજમાન માતા વૈષ્ણો દેવીની યાત્રા પ્રધાનમંત્રી મોદીએ પોતાના જીવનકાળમાં અનેક વખત કરી છે.માં અંબાની જેમ વૈષ્ણદેવીમાં પણ પ્રધાનમંત્રીને અતૂટ વિશ્વાસ છે.આ યાત્રા ખુબ જ કઠીન હોવાથી.પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ વૈષ્ણો દેવીની યાત્રાને સરળ બનાવવા માટેના અનેક કામો કર્યા.જેમાં મુખ્ય કામ કટરા સુધી રેલવે સેવા પહોંચડા શ્રદ્ધાળુઓને વૈષ્ણ દેવીના દર્શન માટે મુશ્કેલી નથી પડતી.પ્રધાનમંત્રી મોદીને પણ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું ખુબ જ પસંદ છે.

રામેશ્વર ધામ (Rameshwaram)

3/12
image

રામેશ્વર ધામનો પવિત્ર ચાર ધામની યાત્રામાં સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી મોદી પણ ભગવાન રામના ગુણ અપનાવ્યા છે.ભગવાન રામ પ્રત્ય પ્રધાનમંત્રી મોદીને અતૂટ શ્રદ્ધા છે.ત્યારે રામેશ્વર ધામ પ્રધાનમંત્રી મોદી ખુબ પ્રત્ય છે. અને તેમના બધા કાર્યોમાં પ્રધાનમંત્રી મોદી ભગવાન શ્રી રામનું અનુસુરણ કરે છે.

કેદારનાથ મંદિર (Kedarnath)

4/12
image

પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી વર્ષ 2017માં ચારધામ યાત્રાના દ્વાર ખુલ્યા હતા ત્યારે તેઓ ભગવાન શંકરના દર્શન કરવા પહોચ્યા હતા.ભગવાન શિવના ચરણોમાં શિશ ઝુકાવી પૂજા અર્ચના પણ કરી હતી.એટલું જ નહીં 2019માં કેદારનાથની પૂજા અર્ચના કર્યા બાદ 12 હજાર 250 ફૂટ ઉંચાઈ ગુફામાં સાધના પણ કરી હતી.એટલું જ નહીં ગુફામાં જ રાત્રી રોકાણ કર્યું હતું. આમ પવિત્ર ગંગા નદી સહિતના તીર્થ સ્થાનો પ્રધાનમંત્રી મોદીને ખુબ જ પસંદ છે.જ્યારે પણ ભક્તિન મોકો મળે તો પ્રધાનમંત્રી મોદી તેને છોડતા નથી.જેમાં કેટલા તીર્થ સ્થાનો પર જવાનું પ્રધાનમંત્રી મોદીને જવાનું વધારે પસંદ આવે છે.  

કાશી વિશ્વનાથ, ઉત્તર પ્રદેશ

5/12
image

ઉત્તર પ્રદેશમાં આવેલું કાશી વિશ્વનાથ ધામ દેશ અને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અલબત આખીય કાશીનગરી જ એક ધાર્મિક સ્થળ સમાન ગણાય છે. કાશી એટલેકે વારણસી સાથે પીએમ મોદીનો વિશેષ સંબંધ રહ્યો છે. એ જ કારણસર વર્ષ 2014માં તેઓ પહેલીવાર વારાસણીથી લોકસભા ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા હતાં. શિવની નગરી કાશીઃ પ્રધાનમંત્રી મોદીને શિવની નગરી કાશી પ્રત્ય વિશેષ પ્રેમ છે.ભગવાની શિવના આશિર્વાદ મેળવી કાશીના બનારસથી પ્રધાનમંત્રી મોદી લોકસભાની ચૂંટણી લડી દેશની કમાન સંભાળી છે. ત્યારે પ્રધાનમંત્રી જ્યારે પણ કાશીમાં જાય તો ભગવાન શિવ અને ભૈરો બાબાના મંદિરમાં શિશ ઝુકાવવાનું ચુકતા નથી.

ગોલ્ડન ટેમ્પલ, પંજાબ

6/12
image

પંજાબ રાજ્યમાં આવેલાં અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે પંજાબના પ્રવાસે હોય ત્યારે ગોલ્ડન ટેમ્પલમાં ગુરુદ્વારામાં અચુક પણે શિશ ઝુકાવવા જતા હોય છે. 

કેદારનાથ, ઉત્તરાખંડ

7/12
image

રાજનેતાની સાથો-સાથ પીએમ મોદી એક ખુબ જ ધાર્મિક સ્વભાવ ધરાવતા વ્યક્તિ છે. તે વાતનો અંદાજો તેમની ધાર્મિક સ્થળોની મુલાકાતની તસવીરો જોઈને ખ્યાલ આવી જાય છે.

બદ્રીનાથ ધામ, ઉત્તરાખંડ

8/12
image

પ્રધાનમંત્રી મોદી શિવ ભક્ત છે. તેથી તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે ઉત્તરાખંડની વાદીઓમાં ભગવાન બદ્રીનાથના ધામમાં દર્શન કરવા અચુક આવતા હોય છે.

તિરુપતિ બાલાજી, આંધ્રપ્રદેશ

9/12
image

પ્રધાનમંત્રી મોદી તિરુપતિ બાલાજી મંદિરના દર્શને પણ આવતા હોય છે. વૈંકટેશ સ્વામીના દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવતા હોય છે.

સોમનાથ, ગુજરાત (Somnath Temple)

10/12
image

પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ સોમનાથ દાદામાં અખુટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. અને સમયાંતરે તેઓ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે સોમનાથ મંદિરના દર્શન જરૂર કરતા હોય છે. સોમનાથ મંદિર પ્રધાનમંત્રી મોદી મોટા શિવ ભક્ત છે.તેમને ભગવાન શિવ પ્રત્ય અતૂટ શ્રદ્ધા છે.ત્યારે ભોળાનાથનું નામ આવે અને ગુજરાતનું સોમનાથ યાદ ન આવે એવું તો ન બની શકે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે.સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવી પૂજા અર્ચના કરતા હતા.એ જ સિલસિલો પ્રધાનમંત્રી બન્યા બાદ પણ જોવા મળ્યો છે.સોમનાથના વિકાસ માટે અનેક કામો કર્યા છે.અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે પ્રધાનમંત્રી મોદી.

કેદારનાથ, ઉત્તરાખંડ

11/12
image

યાત્રાધામો પૈકી મહત્ત્વના ગણાતા ધામ એટલેકે કેદારનાથમાં પણ પ્રધાનમંત્રી મોદી અખુટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ જ્યારે પણ આ વિસ્તારના પ્રવાસે હોય તો કેદારનાથના દર્શને જરૂર આવતા હોય છે. લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પણ તેઓએ કેદારનાથના દર્શન કર્યા હતા.

અંબાજી ધામ, ગુજરાત

12/12
image

પ્રધાનમંત્રી મોદી વર્ષોથી આદ્યશક્તિના ઉપાસક રહ્યાં છે. તેઓ નવરાત્રિમાં પણ માત્ર જળ ગ્રહણ કરીને ઉપવાસ કરતા હોય છે. અને તેઓ જ્યારે પણ ગુજરાત આવે અને જો તક મળે તો અંબાજીમાતાના ધામમાં દર્શન કરવા જરૂર જાય છે. જેટલી શ્રદ્ધા ભગવાન શંકરમાં છે તેટલી જ પ્રધાનમંત્રી મોદીને મા અંબામાં છે. જ્યારે પણ તેમને મોકો મળે ત્યારે મા અંબાના ધામમાં શિશ ઝુકાવવાનું ભૂલતા નથી. ગુજરાતના બનાસકાંઠાનાં આવેલું છે મા અંબાનું અંબાજી ધામ.નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અંબાજીમાં શક્તિપીઠની સ્થાપના કરી હતી.અને અંબાજીના વિકાસમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો છે.