10 નવેમ્બરથી આ જાતકોને થશે ભાગ્યોદય, પાપી ગ્રહ કેતુ બદલશે ચાલ, દરેક કામમાં મળશે સફળતા
જ્યોતિષ શાસ્ત્રમાં કેતુ અને રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. પરંતુ તેનું ખુબ મહત્વ છે, કારણ કે તેની સ્થિતિમાં ફેરફારની અસર દરેક જાતકોના જીવનમાં જરૂર પડે છે. મહત્વનું છે કે રાહુની સાથે-સાથે એક ચોક્કસ સમયમાં કેતુ પણ નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની અસર પણ દરેક રાશિના જાતકોના જીવનમાં જરૂર પડે છે. કેતુ આ સમયે હસ્ત નક્ષત્રમાં બિરાજમાન છે પરંતુ આગામી 10 નવેમ્બરે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ હંમેશા ઉલ્ટી ગતિથી ચાલે છે. તેવામાં 12 રાશિના જાતકો પર પ્રભાવ પાડશે. આવો જાણીએ કેતુના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જવાથી કયા જાતકોને લાભ થશે.
કેતુનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. કેતુ નક્ષત્ર પરિવર્તન કરી આ રાશિના છઠ્ઠા અને પાંચમાં ભાવમાંથી પસાર થશે. તેવામાં આ જાતકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પરંતુ ગુરૂની દ્રષ્ટિ હોવાને કારણે ઓછો પ્રભાવ પડશે. આ સિવાય સુખ-સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર થશે. સંતાનને લઈને થોડી પરેશાની રહી શકે છે. પરંતુ સમયની સાથે ચિંતા દૂર થશે. કુલ મળી મેષ રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહેશે.
કેતુનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકોને લાભ અપાવી શકે છે. કેતુનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના બીજા અને ત્રીજા ભાવમાં થવાનું છે. તેવામાં આ જાતકો માટે લાભકારી રહેશે. ભાઈ-બહેનોના સંબંધ સારા રહેશે. સોશિયલ મીડિયા, આધ્યાત્મ, નાણાકીય ક્ષેત્રમાં કામ કરતા લોકોને સારો લાભ મળી શકે છે. માન-સન્માનમાં વધારો થઈ શકે છે. વર્ષ 2025માં થોડા સતર્ક રહેવાની જરૂર છે. આર્થિક સ્થિતિની સાથે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આ રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન અનુકૂળ રહેશે. કેતુ નક્ષત્ર પરિવર્તન કરવાથી તમારો ઝુકાવ આધ્યાત્મ પ્રત્યે વધુ રહી શકે છે. વિદેશમાં શિક્ષણ મેળવવાની તક મળી શકે છે. ધન-સંપત્તિમાં લાભ થઈ શકે છે. આયાત-નિકાસમાં સારો લાભ થઈ શકે છે. ગુરૂની દ્રષ્ટિ હોવાને કારણે દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ થઈ શકે છે. વર્ષ 2025માં સંભાળીને રહેવાની જરૂર છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.