Photos: નવી Kia EV3 કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV ના ફોટા, જુઓ કેવી છે ડિઝાઇન

Tue, 07 May 2024-2:08 pm,

EV3 એ કિયા Kia ની ફ્લેગશિપ EV9 SUV જેવી જ ડિઝાઇન ફિલોસોફી પર તૈયાર કરવામાં આવી છે, જેને "ઓપોઝિટ યુનાઈટેડ" (Opposites United) નામ આપવામાં આવ્યું છે. આ ફિલોસોફી હેઠળ દરેક કિયા કારને એક અલગ ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં તે સમાન ડિઝાઇન ફિલોસોફીની ઝલક દેખાય છે. 

ગાડીના પાછળના ભાગનો બોક્સી લુક્સ (ફેન્ડર્સ અને ટેલગેટ) અને ખાસ સ્ટાર મેપ લાઇટિંગ તેને આકર્ષક બનાવે છે. આ લાઇટિંગ વાહનને એક અલગ ઓળખ આપે છે, જે ડિઝાઇનને દમદાર અને ફ્યૂચરિસ્ટિક બનાવે છે. રિયર ફેન્ડર અને ટેલગેટ પણ એકદમ મજબૂત લાગે છે.

ઘણા એવોર્ડ જીતી ચૂકેલી Kia EV6 અને EV9 મૉડલ બાદ Kia હવે EV3 લાવી રહી છે. તેને વધુ લોકોને ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી રહી છે. આ કોમ્પેક્ટ એસયુવીને શાનદાર પરફોર્મન્સ અને નવી ટેકનોલોજીથી સજ્જ હોય શકે છે.

કિયાનું કહેવું છે કે તેની EV ઓફરિંગને આગળ લઈ જઈને, EV3 ઈલેક્ટ્રિક વાહનો પર સ્વિચ કરવા માંગતા ગ્રાહકો માટે એક સસ્તો વિકલ્પ આપશે. વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવામાં મદદ કરશે.

આ નવી Kia EV3 આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે. તેનું વેચાણ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. SUV 23 મેના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link