Kiara Advani Photos: કિયારા અડવાણીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, લોકોએ કહ્યું કે...
કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેણે ઈન્સ્ટા પર બ્લેક કલરના હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં પોતાનો બોલ્ડ લુક શેર કર્યો છે. અભિનેત્રી બ્યૂટી ક્વીન બનીને ફેન્સના દિલ જીતી રહી છે.
કિયરાએ બ્લેક આઉટફિટની સાથે કોઈ એક્સેસરીઝ કેરી કર્યું નથી. અભિનેત્રીએ વાળને પાછળની તરફ બાંધેલા છે. તેની તસવીરો જોઈ ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
અભિનેત્રીએ લાઇમ મેકઅપ અને લાઇટ કલરના લિપશેડની સાથે લુકને કંમ્પલીટ કર્યો છે. કિયારા સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
કિયારાના ફોટાને ફેન્સનો ખુબ પ્રેમ મળતો રહે છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું- યે દિલ માંગે મોર. તો અન્ય એક યૂઝરે લખ્યું, મિસેઝ મલ્હોત્રા હંમેશાની જેમ આગ લગાવી રહી છે.
તાજેતરમાં અભિનેત્રી ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરી. ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી.
કિયારા અડવાણી ફિલ્મો સિવાય પોતાની સ્ટાઇલ, લુક્સ અને પર્સનલ લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરેક લુકમાં પોતાના ફેન્સના હોશ ઉડાવી દે છે.