Kiara Advani એ India Couture Week માં કર્યુ રેમ્પ વૉક, પિંક `બાર્બી લુક` ના ફોટા થયા વાયરલ
કિયારા અડવાણીએ ફરી એકવાર તબાહી મચાવી હતી. દિલ્હીની તાજ હોટેલમાં ચાલી રહેલા India Couture Week માં કિયારાએ ડિઝાઈનર Falguni Shane Peacock નો ડ્રેસ પહેરીને રેમ્પ વોક કર્યું હતું.
પિંક ડિઝાઈનર આઉટફિટમાં કિયારા બાર્બી જેવી લાગી રહી હતી. તેની સ્ટાઈલિશ અદાઓએ ઇવેન્ટમાં હાજર દરેક વ્યક્તિનું દિલ ચોરી લીધું હતું. કિયારાના આ રેમ્પ વોકની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ દરમિયાન કિયારા એકદમ કોન્ફિડન્સ સાથે ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ પિન્ક આઉટફિટમાં જોવા મળી. હાઇ હીલ્સ, ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ લુક સાથે કિયારાએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. કિયારાએ આ થાઈ સ્લિટ ડ્રેસમાં અદભૂત રેમ્પ વોક કર્યું હતું.
આ ઈવેન્ટ દિલ્હીમાં થઈ હોવાથી ખાસ કરીને કિયારાના સાસરિયાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. ઓડિયન્સમાં બેઠેલા સિદ્ધાર્થ મલ્હોત્રાની માતાએ જ્યારે રેમ્પ વોક જોયું તો તેઓ પોતાની વહુ પર પૂરો પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા..
કિયારા હાલમાં બી-ટાઉનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, જેની માત્ર અભિનય જ નહીં પરંતુ સ્ટાઈલની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.