New Year Party Dress Ideas: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
Kiara Advani: કિયારા અડવાણીની આ કોરસેટ ડ્રેસ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. આ સ્ટાઇલ સાથે મેચ થતો તમે કોઇપણ આઉટફિટ કેરી કરી શકો છો. તો બીજી તરફ ન્યૂ ઇયર પાર્ટીમાં બ્લેક, રેડ જેવા કલર્સને પણ સિલેક્ટ કરી શકો છો.
Shanaya Kapoor: શનાયા કપૂર દરેક પાર્ટી લુકથી સાબિત કરી દે છે કે તે પરફેક્ટ છે. તો બીજી તરફ સ્ટ્રેપલેસ મિની ડ્રેસનો તમે તમારો ન્યૂ ઇયર ઇવ લુક બનાવી શકો છો અને પછી તમને પ્રશંસા મળશે.
Rakul Preet Singh: આ લેસ જંપસૂટને પહેરી જ્યારે તમે પાર્ટીમાં પહોંચશો તો ખરેખર કોઇ તમને જ જોતું રહી જશે. એકદમ યૂનિક સ્ટાઇલમાં તમે ન્યૂ ઇયર પાર્ટીની બધી લાઇટલાઇમ ચોરી લેશો.
Bhumi Pednekar: સમય સાથે અને વધુ બોલ્ડ થતી જઇ રહેલી ભૂમિ પેડનેકર હવે નિત નવી સ્ટાઇલ આપે છે. તાજેતરમાં જ જ્યારે તે આ કટ આઉટમાં જોવા મળી તો જોનારાઓના પણ હોશ ઉડી ગયા હતા. જો તમે પણ પોતાને ભીડથી અલગ રાખવા માંગો છો તો ભૂમિના આ લુકને કોપી કરી શકાય છે.
Sharvari Wagh: શરવરી વાઘના જલવા પણ કોઇના કમ નથી. ઘણા અવસર પર તે સ્ટાઇલ ગોલ આપતી રહે છે. શરવરીનો આ પાર્ટી લુક પણ તમે ન્યૂ ઇયર ઇવ પર કેરી કરી શકો છો. સ્લીટ ગાઉનમાં તમે ખરેખર સુંદર લાગશો.