એવું તે કયું રહસ્ય કે એલ રાહુલે છૂપાવ્યું કે તેણે કહેવું પડ્યું....`આથિયા મને મારી નાખશે`

Mon, 01 Jan 2024-8:23 pm,

ભારતીય વિકેટકિપર બેટર કે એલ રાહુલ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી ટીમ સાથે છે. રાહુલની પત્ની બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટીને એક રહસ્ય વિશે ખબર નથી અને જો તેને ખબર પડી તો તે તેને મારી નાખશે. આવું રાહુલે પોતે કહ્યું છે. 

31 વર્ષના કે એલ રાહુલને હાલમાં જ ઈજા થઈ હતી જેનાથી રિકવર થવામાં ખુબ સમય ગયો. રાહુલને આ દરમિયાન પત્ની આથિયા શેટ્ટીનો ખુબ સાથ મળ્યો. રાહુલે આ બધા વચ્ચે એક અંધવિશ્વાસનો ખુલાસો કર્યો. રાહુલ અને આથિયાએ 2023માં લગ્ન કર્યા છે. 

સાઉથ આફ્રિકા સામે સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં રાહુલે સદી ફટકારી હતી અને તે ભારત માટે મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો. જો કે ભારત આમ છતાં એક ઈનિંગ અને 32 રનથી હાર્યું. જો કે આ બધા છતાં દિગ્ગજ સુનીલ ગાવસ્કરે તેની સદીને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ટોપ 10 સદીમાં સામેલ કરી. 

રાહુલે સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આથિયા મુશ્કેલ સમયમાં મારી સાથે હતી. તે હંમેશા દરેક ચીજમાં મારી સાથે રહી. મોટાભાગે તે મારાથી વધુ નિરાશ અને ગુસ્સામાં હતી. મે તેને શાંત રાખવાની કોશિશ કરી. આવું પહેલીવાર બન્યું કે આથિયાએ મને આ પ્રકારની મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થતા જોયો. 

કે એલ રાહુલે વધુમાં કહ્યું કે આ અમારા બંને માટે મુશ્કેલ હતું. પરંતુ તેનાથી અમને તે સમય પણ મળ્યો જેની અમને જરૂર હતી. મને લાગ્યું કે ફરીથી એ પ્રક્રિયામાં મારે પાછા ફરવાની જરૂર છે. મને નકારાત્મકતા મહેસૂસ થતી હતી. હું ખુબ ખુશ રહ્યો અને જીવનમાં નાની મોટી વસ્તુઓનો આનંદ લીધો. આ દરમિયાન ઘરે રહેવા, પત્ની અને પરિવાર સાથે સમય વિતાવવાનો આનંદ લીધો. 

રાહુલે એ વાતનો પણ ખુલાસો કર્યો કે જ્યારે તે મેદાન પર હોય છે ત્યારે તે પત્ની વિશે વિચારતો નથી. તેણે એ રહસ્ય પરથી પડદો ઉઠાવતા કહ્યું કે તે મને મારી નાખશે પરંતુ જ્યારે હું મેદાન પર હોઉ છું ત્યારે વાસ્તવમાં હું તેના વિશે વિચારતો નથી. આ ફક્ત ક્રિકેટ વિશે થાય છે. હું તેને અનરોમેન્ટિક રીતે કહેવા માંગતો નથી. તે માર માટે શું કરે છે તે મારા પર પ્રાણ ન્યોછાવર કરે છે અને ખુબ પ્રેમ  આપે છે. 

રાહુલે આથિયાના ખુબ વખાણ કર્યા. તેણે કહ્યું કે તે મને પુશ કરે છે અને ખુબ સારા બનવા માટે પડકાર આપે છે. મેદાન બહાર તે મારા જીવનમાં રોમાંચ લાવે છે. તે મને સમજાવે છે. ખેલથી ફ્રી થવા પર કે ખેલમાં ઉતરતા પહેલા....જ્યારે હું ઉઠું છું તેની સાથે વાત કરું છું. આ એટલા માટેકરાણ કે તમે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link